________________ 106 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. આપ્યું હતું. તેને ગણિતશાસ્ત્રને શોખ હતો, તથા તે વખતની પદ્ધતિ પ્રમાણે યુદ્ધ અને સાહસથી માન મેળવવા તે ઉત્કંઠીત હતો. સને 1471 માં મારો જીતવા માટે પોર્ટુગલથી ઉપડેલા લશ્કરમાં તે ગયો હતો. તે મુલકમાં તેને દસ વર્ષ રહેવું પડવાથી યુદ્ધકળામાં તેને ઉત્તમ પ્રકારને અનુભવ મળ્યો. સને 1481 માં પોર્ટુગલ પાછા ફરતાં તેને ઘડેસ્વાર લશ્કરના સેનાપતિને ઓદ્ધો મળ્યો. બીજા ના રાજા ઉપર આબુકર્કને લાગવગ સારે ચાલતું હતું, પણ સને 1495 માં તે મરણ પામતાં તેને છોકરે ઈમૈન્યુઅલ ગાદીએ આવ્યું ત્યારે તે લાગવગ ટકી રહ્યું નહીં. તેને ફરીથી મોરે જવું પડયું ત્યારે મુસલમાન સાથે કામ પડતાં તેમનો એને અનુભવ થયો, અને પરિણામમાં તેમની સામા એના મનમાં અત્યંત વેર ઉત્પન્ન થયું. ત્યાંથી પાછા આવ્યા પછી રાજાએ તેને 1503 માં હિંદુસ્તાન મોકલ્યા. આ વેળા જોકે તેણે કંઈ પણ મહત્વનું કામ કર્યું નહીં તે પણ આગળ ઉપર ઉપયોગી થઈ પડે એવો આ દેશની પરિસ્થિતિને અનુભવ મેળવ્યો, અને 1504 માં પાછો લિમ્બન આવ્યો. રાતા સમુદ્ર અને ઈરાની અખાતમાં થઈને ચાલતો મુસલમાનોને વેપાર હમેશ માટે બંધ કરવો જરૂરી છે એવી સલાહ તેણે રાજાને આપવાથી સેકટા બેટ જીતવા માટે રાજાએ તેને 1506 માં આ તરફ રવાને કર્યો. કર્જેન્ટિનોપલના સુલતાનને પૂર્વ તરફના મુસલમાનોને મદદ કરતે અટકાવવાના વિચારથી ઈમેન્યુઅલ રાજાએ એક આરમાર ભૂમધ્ય સમુદ્રમાંથી તુર્કસ્તાન ઉપર મોકલ્યું. તુર્કસ્તાન અને ઈજીપ્ત વચ્ચે દુશ્મન નાઈ હતી એ બીના પિોર્ટુગીઝોના જ્ઞાન બહાર હોવાથી તેઓને ધાસ્તી ઉપજી કે રખેને એ બેઉ રાજ્યો એકઠાં થઈ તેને રસ્તે રોકે. કોટા જીત્યા પછી આબુકર્ક મલબાર કિનારે જઈ આભીડાની વાઈસરોય તરીકેની મુદત પુરી થતાં તે જગ્યાને અધિકાર તેણે ભગવો એવો હુકમ રાજાએ આપ્યો હતો. મલબાર કિનારાની માફક આફ્રિકાના પૂર્વ કિનારા ઉપર અનેક નાનાં નાનાં રાજ્ય હતાં. કાચીનના રાજાની પેઠે મલિંદને રાજા પિોર્ટુગીઝોની સાથે મળેલ હોવાથી મોમ્બાસા, અંગજા વગેરે ઠેકાણેના રાજાએ તેને