________________ 104 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઉપર કિલ્લામાં એક કિલ્લે બાંધે, અને મોમ્બાસાના અધિકારીને પિતાને માંડળિક બનાવ્યો. વળી વહાણના રસ્તાથી વાકેફગાર ખલાસીની વારંવાર જરૂર પડતી હોવાથી એ કામ માટે તેણે કાયમની નિમણુક કરી, એટલે પિર્ટુગીઝ વહાણેને અન્ય પ્રજાની મરજી ઉપર અવલંબી રહેવાની જરૂર રહી નહીં. આલ્પીડાની સાથે આવેલાં 14 વહાણે તથા 1500 લશ્કરે હેનાવર તથા કાનાનુરનાં રાજ્ય છતી કે ચીનને પિતાનું મુખ્ય થાણું બનાવ્યું. આભીડાના પરાક્રમી પુત્રે વિલેન આગળ મેપલા મુસલમાનોને શિકસ્ત આપી, સિલેન જઈ ત્યાંના અધિકારીને પોર્ટુગીઝ સત્તા કબૂલ કરવાની ફરજ પાડી, અને ત્યાંથી તજ વિલાયત મોકલવા કરાર કરાવ્યો. સિલેનથી આલ્બીડાના પુત્રએ પહેલ વહેલો હાથી યુરોપ મોકલ્યો હતો. તેણે વળી ઝામરીનના કાફલાને કૅલિકટ આગળ પરાભવ કર્યો. આ સઘળી ફત્તેહનું મુખ્ય કારણ એજ હતું કે પિર્ટુગીઝ તોપના મારા આગળ હિંદુસ્તાનનાં વેપારી વહાણો ટકી શકતાં નહીં. પિોર્ટુગીઝની મહેનતને પરિણામે આરબોનો હિંદુસ્તાન સાથે વેપાર ઓછી થવાથી સઘળાં મુસલમાની રાજ્ય ગભરાટમાં પડયાં. આ નવા આવેલા પરદેશીઓને શેહ પહોંચાડવાની મતલબથી ઈજીપ્તના સુલતાને એક પ્રચંડ કાફેલે તૈયાર કર્યો, અને તેની સરદારી અમીર હુસેન નામના એક ચાલાક વહાણવટીને આપી. અમીર હુસેન અને તેના હાથ હેઠળના અન્ય ખલાસીઓ દરીઆઈ યુદ્ધકળામાં પોર્ટુગીઝોના જેટલાજ પ્રવીણ હતા. સને 1508 માં આ કાલે રાતા સમુદ્રને માર્ગે ગુજરાતના કિનારા ઉપર આવી પહોંચ્યો ત્યારે અમદાવાદના સુલતાન અને દીવના નવાબ મલીક અયાઝ તરફથી તેને પુષ્કળ મદદ મળી. પણ આગળ વધતાં, તેને કૅલિકટના ઝામરીન તરફની મદદ મળતી અટકાવવાના હેતુથી, એ કાલે ચૌલ બંદરમાં આવી લાગ્યો ત્યારે જુવાન આભીડા, તેના ઉપર ટુટી પડે. બે દિવસ સખત ઝપાઝપી થઈ બહાદુર આલ્બીડાના વહાણમાં બકરાં પડયાં, અને તેપના ગેળાથી તેના પગને ઈજા થઈ. એમ છતાં તે ખુરસી ઉપર પડે પડે લડાઈ ચાલુ રાખવાના હુ આપ હ તેવામાં એક બીજે