________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 103 પ્રતિષ્ઠા બેઠી. સને 1504 માં પાચીકે યુરેપ ગયો પણ શાબ્દિક ગારવ સિવાય પાર્ટુગલના રાજાએ તેને કંઈ પણ વધુ આપ્યું નહીં. . - 7, કાન્સિસ્ક ડ આલમીડા, (સ. ૧૫૦૫-૦૯)–પાચીકેના જવા પછી હિંદુસ્તાન સંબંધી પિોર્ટુગલના રાજાને વિચાર ઘણો જ બદલાઈ ગયો. હમણુની સફરેથી હિંદુસ્તાનની અંતઃસ્થિતિની ઘણી હકીકત તેને મળી હતી, તે ઉપરથી તે દેશમાં વિજય મેળવવા તેણે હવે શું કરવું તે તે બરાબર અટકળી શક્યો હતો. હિંદુસ્તાનનો વેપાર તેના હાથમાં સહેજમાં આવ્યો હતો, પણ પ્રયત્ન કરતાં ત્યાં આપણું રાજ્ય પણ સ્થાપન કરી શકાશે એવી આશા તેને ઉત્પન્ન થઈ. એમ છતાં જે એશિઆના વેપારમાંથી ભાગ પડાવવાને મુસલમાનો સાથે સખત યુદ્ધ કરવું પડે તે તે માટે એક મજબૂત કાફલે અને લશ્કર હિંદુસ્તાનમાં રાખવાનું તેને અવશ્ય લાગ્યું; અને જે એક વખત આટલી તૈયારી કરી મુકી તે પાછળથી જે કંઈ કરવાનું યંગ્ય લાગે તે કરવામાં વિક્ષેપ આવે નહીં, એમ પણ તેને વિચાર આવ્યો. આ હેતુ બર લાવવા રાજા ઈમૈન્યુઅલે ઘણી મોટી તૈયારીઓ કરી. આખા કાફલા તેમજ સઘળા વેપાર ઉપર દેખરેખ રાખવા માટે ક્રાન્સિસ્કે ડ આલ્પીડા નામના એક મોભાદાર પુરૂષની નિમણુક કરી તેને આ તરફ મોકલ્યો. રાજાના હુકમ અન્વયે આલ્પીડાએ સને 1505 ના સપટેમ્બર માસમાં કાનાનુર આવી પોતાના કામને હવાલે લીધો, અને તરતજ કાચીન, કાનાનુર અને કિવલેનના પોર્ટુગીઝ પ્રતિનિધિની માનપ્રદ પદ્ધી ધારણ કરી. આ અધિકાર તેણે ત્રણ વર્ષ ભોગવવાનો હતો. આવા ઠાઠથી આભીડાની નિમણુક થયેલી હોવાથી તેણે પિતાની રીતભાત પણ ફેરવી નાખી. પોર્ટુગીઝ લેકેનાં વસાહત કિલા વગેરે બાંધકામથી મજબૂત કરી, મુસલમાનોનો ઉછેદ કરવાનું, તથા આરબી સમુદ્ર ઉપર તેમજ આખા હિંદી મહાસાગર ઉપર પોર્ટુગીઝ સિવાય બીજા કોઈની સત્તા રહેવા નહીં દેવાનું અગત્યનું કામ તેણે હાથમાં લીધું. પિોર્ટ કિલ્લેબંધ જગ્યા હોવી જોઈએ એવા વિચારથી તેણે આફ્રિકાના પૂર્વ કિનારા