________________ 102 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. નાખી રહ્યા. એ ઠેકાણે રહેવાનું ઘણું જોખમ ભર્યું છે એવું સઘળાનું કહેવું તેણે સાંભળ્યું નહીં, અને હઠ કરી ત્યાંજ પડી રહ્યા. એવામાં એક મોટું તોફાન ચડી આવ્યું તેમાં તેને અને તેનાં વહાણોને સદંતર નાશ થયો. પેલી તરફ કાચીનને રાજા ઝામરીન સામે લડવા સજ થશે, અને તેણે લશ્કરનું ઉપરીપણું પોતાના યુવરાજ નારાયણને આપ્યું. સને 1503 માં ઉભય લશ્કર વચ્ચે લડાઈ થઈ તેમાં નારાયણ માર્યો ગયો, અને ઝામરીનને વિજય મળતાં તેણે કાચીન શહેરને કબજે લીધે. ત્રિમભ્યારે ત્યાંથી નાસી જઈ એક દૂરની જગ્યામાં ભરાઈ બેઠે. હિંદુસ્તાનમાં આ પ્રમાણે યુદ્ધ પ્રસંગ આવેલ જેઈ પિોર્ટુગલના રાજાએ એક મોટો કાલે તૈયાર કરી આ દેશ તરફ રવાના કર્યો. એ કાફલામાં નવ મોટાં જહાજ હતાં, અને તેના ત્રણ ભાગ કરવામાં આવ્યા હતા. એમાંના પ્રત્યેક ભાગ ઉપર ઍ ડ આબુકર્ક, ક્રાન્સિસ્કે ડ આબુકર્ક અને સાલ્લાના મુખ્ય કામદાર હતા. એમને પહેલે આબુકર્ક ઘણે ચાલાક તથા વિલક્ષણ બુદ્ધિને પુરૂષ હતા, અને તેનું નામ પિર્ટુગીઝ ઈતિહાસમાં ચિરસ્મરણીય રહી ગયું છે. સને 1503 ના અંતમાં આ વહાણ હિંદુસ્તાન આવી પહોંચ્યાં ત્યારે અહીંના પિોર્ટુગીઝને ધીરજ આવી, ઝામરીનની ફોજ કાચીનમાંથી ચાલી ગઈ અને ત્રિમપારા સંકટમાંથી છુટયો. આખર સુધી પોર્ટુગીઝને દ્રઢતાથી વળગી રહેવા માટે બને આબુકર્કે તેને ભારે માનથી નવાજેશ કર્યો. તેમણે ઝામરીનને હરાવી ત્રિમપારાને કેચીનની ગાદી ઉપર પાછો બેસાડે, અને પાચીકે નામના હોંશીઆર વહાણવટીને કેટલાંક વહાણ સાથે કેચીનમાં રહેવા દઈ તથા કિવનની રાણી સાથે કેલકરાર કરી તેઓ યુરોપ પાછા ફર્યા. પિોર્ટુગીઝોને કાલે ઉપડી ગયા પછી ઝામોરીને કાચીન ઉપર બીજી સ્વારી કરી પણ પાચીકેએ તેને સખત પરાજય કરી તેને નસાડી મુક્યો. આ વખતે પાચીકેએ થોડાં માણસની મદદથી જે પરાક્રમ કરી બતાવ્યું તેથી પિર્તુ ગીઝનાં યુદ્ધકૈશલ્ય, શિર્ય ઈત્યાદી ગુણે માટે આખા દેશમાં વાહવાહ થઈ તેમના નામની સર્વત્ર હાક વાગી, રાજા અને ધનાઢય લેકે તેમની દસ્તી કરવા ઉત્સુક થયા, અને સુમારે સે વર્ષ લગી દેશમાં તેમની સારી