________________ 100 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. પાસેથી રાજાને સઘળો હિસાબ ચુકવી અપાવ્યો, અને પછી તેને ઠાર મારી પુરો કર્યો. આ મહેનતના બદલામાં કાનાનુરના રાજાએ સેદ્રને એક હજાર સેનાના પર્દાવ* ( Paradaos) બક્ષિસ આપ્યા, અને તેને મરઘી લેવા માટે દરરોજ એક પદવ આપવાનો ઠરાવ કર્યો. કાનાનુરના બંદરમાં પાર્ટુગીઝ વહાણ રહે ત્યાં સુધી તેમને દરરોજ એક પર્દાવ આપવાને વહિવટ ઘણું દિવસ ચાલુ રહ્યો હતો. - પેલી બાજુએ ગામા કે ચીન જઈ પહોંચતાં ત્યાંના રાજાએ તેનું સન્માન કરી તેનાં વહાણે માલથી ભરી આપ્યાં. પોર્ટુગીઝ લેકે આ તરફ આવવા લાગ્યા ત્યારથી કોચીનના રાજાને તેમના વેપારથી મટે નફો થતું હતું, એટલે આગળ ઉપર તેના લેભનું કેવું પરિણામ આવશે તે બાબત તેણે કાંઈ પણ લક્ષ આપ્યું નહીં. કિવન અથવા કલમ નામનું એક બીજું વેપારનું સ્થાન કૅલિકટની દક્ષિણે હતું. ત્યાંના રાજાએ વેપારથી થતી કિફાયતની હકીકત સાંભળી પિતાના બંદરમાંથી માલ ભરવા બે વહાણ મોકલવા ગામાને વિનંતી કરી, તે પ્રમાણે કે ચીનના રાજાની સંમતિ લઈ તેણે બે વહાણ ભરી કિવનથી માલ મંગાવ્યા. એવામાં કોચીનના રાજા તરફથી વાસ્ક ડ ગામાને બાતમી મળી કે કૅલિકટથી એક મોટો કાફલો લડવા માટે તૈયાર થઈ તેની સામા આવે છે. કૅલિકટના રાજાએ અથાગ પરિશ્રમ લઈ પુષ્કળ પૈસે ખર્ચ આ કાફે તૈયાર કર્યો હતો, અને તેની મદદથી એકવાર પિોર્ટુગીઝોની તથા કે ચીનના રાજાની સત્તાને નાશ કરી તેમની હમેશની ખેડ ભુલાવવા તેનો વિચાર હતો. પણ ઝામોરીને રચેલા બતની ખબર વિજળી વેગે મળતીઆઓ મારફત ગામાને મળેલી હોવાથી તેણે ઝામોરીનને સંદેશો લઈ આવેલા બ્રાહ્મણના હાલહવાલ કરી તેના હોઠ, તથા કાન કાપી નાખ્યા, અને કુતરાના કાન કાપી તેના કાન સાથે સીવી લઈ તેને આવી સ્થિતિમાં ઝામરીન પાસે પાછો મેકલ્યો. એ પછી મોટાં મોટાં દસ વહાણ માલથી ભરી યુરોપ પાછા ફરવા માટે ગામા *પર્દવ (સં. પ્રતાપ) એ ગાવામાં ચાલતા અસલને સીકકે છે અને તેની કિંમત સુમારે સવા રૂપી હતી.