________________ 86 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. પાછા લિસ્બન જઈ પહોંચ્યો. એની સઘળી હકીકત સાંભળી જનને ઘણો સંતોષ થયો, કેમકે તેથી આફ્રિકાને દક્ષિણ છેડેથી સમુદ્રમાર્ગે હિંદુસ્તાન જવાને રસ્તા મળવાની તેની આશા ફળીભૂત થઈ. આ આનંદના ઉભરામાં “તોફાનની ભૂશિર " એ નામ બદલી જેને આફ્રિકાના દક્ષિણ છેડાનું કેપ ઑફ ગુડ હોપ” (Cape of Good Hope) સારી આશાની ભૂશિર” એવું નામ પાડ્યું. બીજી તરફ કોલમ્બસ શું કરતો હતો તે આપણે જોઈએ. એ જીને આને રહેનાર હતું. એ રાજ્ય આબાદ હોવા છતાં એને ત્યાંથી કંઈ મદદ નહીં મળવાથી તે પોર્ટુગલના રાજાનાં તથા ત્યાંના લોકોની સાહસિક વૃત્તિનાં વખાણ સાંભળી આશ્રય માગવાના હેતુથી લિસ્બન ગયા. ત્યાં ભૂગોળશાસ્ત્રનું ઉત્તમ જ્ઞાન એને મળ્યું, તેમજ આટલાંટિક મહાસાગરમાં થઈને પશ્ચિમ તરફથી ઘસડાઈ આવેલી માણસની બનાવટની અનેક ચીજો તેના જેવામાં આવી. આ ઉપરથી ઠેઠ પશ્ચિમ તરફ જતાં એશિઆને એટલે હિંદુસ્તાનને પૂર્વ કિનારે આપણને મળશે એવો તેને વિચાર કઢ થ. આ સફર કરવામાં તેણે પિર્ટુગલના રાજાની મદદ માગી ત્યારે તેણે એવા કામમાં નિપુણ હોય તેવા પંડિતેની એક સભા બેસાડી તેને અભિપ્રાય માગ્યો. જ્યારે બે જુદી જુદી સભાએ એવો મત ઉચ્ચાર્યો કે, કોલમ્બસ સાહસ મુમ્બઈભરેલ તેમજ અર્થ વગરનો છે, ત્યારે રાજાએ નિરૂપાય થઈ તેને મદદ કરવા ના પાડી. તેમ છતાં તેણે મેળવેલી માહિતી તેની પાસેથી કહેડાવી લઈ પિોર્ટુગીઝેએ પિતજ તેના કહેવા મુજબનો પ્રયત્ન કરવો એવી યુકિત રચાઈ. પરંતુ તેની ખબર બીજાને શું કામ લાગે ! તેની તરફ બતાવવામાં આવેલી દુષ્ટ વૃત્તિથી કોલમ્બસ નાસીપાસ થઈ ગયો, અને ઈ. સ. ૧૪૮૪માં ગુપ્તપણે લિઅન છોડી તે છોઆ પાછો ફર્યો. ત્યાં પણ તેને કંઈ આદર થયો નહીં, ત્યારે અનેક સંકટ વેઠયા બાદ તે સ્પેનનાં રાજા રાણુ ઉપર સિફારસ લઈ ગયો. રાણી આઈ સાબેલાએ કોલમ્બસનું હિત હૈડે ધર્યું, અને તેને આશ્રય આપી સફરની સઘળી વ્યવસ્થા કરી આપી. આ પ્રમાણે કેલમ્બસ સને ૧૪૯રના ઑગસ્ટ