________________ [89 પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. આફ્રિકાના કિનારા ઉપરના આરબ અધિકારીઓ પોર્ટુગીઝ લેકેને ઘણી સારી રીતે ઓળખતા હતા. એઓના આ તરફ આવવાથી પિતાના હાથમાંને વેપાર જ રહેશે અને સર્વનું નુકસાન થશે, એ તેઓ જાણતા હોવાથી ગામાનો નાશ કરવા અનેક પ્રયત્ન તેમણે કર્યા હતા, પણ આ દેશના લેકેએજ તેને સાવધ કરવાથી તેને બચાવ થયો હતે. | મઝાંબિક, મોમ્બાસા, કેલિકટ વગેરે ઠેકાણે થઈ ગામા એપ્રિલ 1498 માં મલિંદ (?) આવ્યો. અહીંના રાજાએ તેને સારે સત્કાર કર્યો, અને તેને ખંભાત ન જતાં કૅલિકટ જવા સૂચવ્યું, તથા પર્ટુગીઝ લેકે સાથે ઈમાનદારીથી વર્તવા દાવનને ઉપદેશ કર્યો. મલિંદમાં ત્રણ મહિના રહી ગામાએ પિતાનાં વહાણ દુરસ્ત કર્યા, અને આગળના દરીઆથી માહિતગાર હોય એવા ખલાસીઓ સાથે લઈ તા. 6 ઠી ઓગસ્ટે તે ત્યાંથી નીકળે, અને વીસ બાવીસ દિવસ પછી તેણે કૅલિકટના બંદરમાં પિતાનાં વહાણે નાંગર્યા. પોર્ટુગીઝ લેકેને હિંદુસ્તાન આવવાને જળમાર્ગ હાથ લાગે ત્યારે હજારો વર્ષના વેપારથી ધનાઢય થયેલ પ્રદેશ તેમની પ્રત્યક્ષ નજર હેઠળ આવ્યો. એ વેળા કૅલિકટ, ઓર્મઝ, એડન અને મલાક વેપારનાં મુખ્ય ધામ હતાં. એ બંદરેથી અહીંની જણસે આરબ લેકે પિતાનાં વહાણમાં ભરી યુરોપ પહોંચાડતા. મલાક્કામાંથી મસાલા તથા એબની, ટિમોરની સુખડ, બોર્તિઓનું પુર, સુમાત્રા અને જાવાને લેબાન, કાચીન ચાયનાને અગર (aloes wood); ચીન, જાપાન અને સિઆમનાં અત્તરો, ગુંદર, મસાલા, રેશમ અને રમકડાં; પેગુનાં રત્ન, કારે માંડલ કિનારા ઉપરથી બારીક કુમાસનાં વસ્ત્ર, બંગાળાનું કિમતી કાપડ, નેપાલ તથા ભુતાનનું ઉટીઆ જીરું (spikenard ), ગેવળકાંડાના હીરા, નિર્મળનું પિલાદ; સિલેનના મસાલા, જમરૂદ અને મોતી; મલબારના મસાલા અને સાગ; ખંભાતની લાખ, કસબ અને જ્વાહીશ; કાશ્મીરની શાલ તથા નકસીનાં વાસણે; સિંધમાંથી ગુગળ; (bdellium) તિબેટમાંથી કસ્તુરી; રાસાનમાંથી ગંધાબીરજા (galbanum); અફઘાનિસ્તાનમાંથી કાથોઃ ઈરાનમાંથી