________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. થયેલાં રાજ્ય એકદમ બહાર પડયાં, અને પોર્ટુગલના રાજાને “ઇથિઓપિઆ, અરેબીઆ, ઈરાન તથા ચીનના વેપાર, નૌકાનયન તથા જીતેલા પ્રદેશોને Hilas' (Lord of the Conquests, Navigation and Commerce of Ethiopia, Arabia, Persia and China) એ નામની મહાન પઢી મળી. પ. પડે કેબલની સફર (સને 1500). વાસ્ક ડ ગામાના પાછા આવ્યા પછી તેણે કહેલી એક વાત જે પિોર્ટુગીઝ દરબાર તથા લેકના મન ઉપર સજડ ઠસી ગઈ તે એ હતી કે જે હિંદુસ્તાનને વેપાર આપણા તાબામાં લેવો જ હોય તે આરબ મુસલમાને સાથે દ્રઢતાથી યુદ્ધ ચલાવવાની જરૂર છે. આ ઉપરથી તેર મેટાં જહાજે, ઉત્તમ પ્રકારની યુદ્ધ સામગ્રી તથા ચાલાક ખલાસીઓ તૈયાર કરી પોર્ટુગલના રાજાએ ઈ. સ. 1500 માં પડો કેબ્રલને કૅલિકટ તરફ રવાના કર્યો. તેની સાથે ઝામરીનને અર્પણ કરવાની અનેક વસ્તુઓ હતી અને વેપાર માટે તહ કરવાની તેને સૂચના આપવામાં આવી હતી. બાલમે ડીઆસ પણ તેની જોડે હતો. આ સ્વારીમાં 1200 માણસો હતાં, અને સાથે ખ્રિસ્તી ધર્મગુરૂઓ પણ ઘણુ હતા. આવો મોટો કાફલે તા. 9 માર્ચ 1500 ને દીને પિર્ટુગલથી નીકળે. કેપ વર્ડના ટાપુ આગળ આવી પહોંચતાં કેબ્રલનાં વહાણો પવનના જોરથી નૈરૂત્ય ખુણ તરફ ઘસડાઈ જવાથી તેઓ દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારા ઉપર આવેલા બ્રાઝિલ દેશમાં જઈ પહોંચ્યાં. આ ખબર પોર્ટુગલ મોકલી કેબલ પોતે અગ્નિ કેણ તરફ વેજો. રસ્તામાં એક ભયંકર તેફાન થઈ આવવાથી તેમાં ચાર વહાણો ડુબી ગયાં, તથા બાલમે ડીઆસ સુદ્ધાં પુષ્કળ માણસો મરણ પામ્યાં. આગળ જતાં બીજાં બે વહાણે બીન ઉપયોગી થઈ પડવા પછી આ ટળી બીજી ઓગસ્ટે મુશ્કેલીથી મલિંદ આવી લાગી. અહીંથી ગુજરાતના બંદરથી માહિતગાર હોય તેવા બે ખલાસીઓ લઈ કેબ્રલ પહેલાં ઘેઘા બંદર આગળ આવ્યા. ત્યાંથી દક્ષિણમાં અંજીપ થઈ તા. 30 મી ઓગસ્ટે તે કૅલિકટના બંદરમાં દાખલ થયો. આ વખતે કેબ્રલને પોર્ટુગલથી હિંદુસ્તાન પહોંચતાં સુમારે છ મહિના થયા,