________________ પ્રકરણ 4 થું. ] પિર્ટુગીઝ રાજ્યની સ્થાપના. કે ગમે તે પ્રકારે તેને ગુસ્સે કરી તેની પાસે કંઈ પણ ભયંકર કામ કરાવવું. પિતાના જાસુસો મારફત આ વાત અગાઉથી ગામાની જાણમાં આવી હતી એટલે, તે અત્યંત શાંતપણે વર્યો. એની વિરૂદ્ધ થયેલી ફરિઆ ઉપરથી રાજાને તેના ઉપર ગુસ્સો આવ્યો, અને તેને મારી નાખવા માટે તેની તરફથી હુકમ પણ નીકળે. એટલામાં ગામાના ભાઈએ વહાણ ઉપર જામીન તરીકે રાખેલાં રાજાનાં માણસને રૂખસદ આપવાથી તેઓએ પોર્ટ ગીઝ લેકેની ભલાઈના રાજા પાસે ગુણ ગાયા, અને તેમ થતાં ગામાને છુટકારો થયો. હવે પિતાનું કામકાજ પણ પુરું થયેલું જોઈ ગામાએ પરીઝની મારફતે રાજાને તથા સઘળા મુસલમાન વેપારીઓને ધમકી આપી કે “તમે અમને આટલે બધો ત્રાસ આપે છે તેના બદલામાં અમે તમારી પઠે પડી વેર લીધા વિના રહીશું નહીં.” આમ કરી નવેમ્બર માસને સુમારે તે કૅલિકટથી નીકળે તે પહેલાં રાજાએ તેની ક્ષમા માગી, અને તેને કહ્યું કે “ગુન્હેગાર લેકેને અમે શિક્ષા કરી છે માટે ગુસ્સે છેડી દઈ અમારા દેશમાં વેપાર કરવા પાછા આવવું.” જતી વેળા ઝામરીને પોર્ટુગલના રાજાને આપવાનો એક પત્ર ગામાને આપ્યો તેની મતલબ એવી હતી કે “તમારા સરદાર વાસ્કો ડ ગામાના અત્રે આવવાથી અમને અત્યંત આનંદ થયો છે. અમારા રાજ્યમાં તજ, લવેંગ, સુંઠ, મરી અને જવાહીર પુષ્કળ હેવાથી તેના બદલામાં આપની તરફથી સોનું, ચાંદી, પરવાળાં ઇત્યાદી વસ્તુઓ અમને મળે એવી અમારી ઈચ્છા છે.” કેલિટથી નીકળી ગામા કાનાનુર ગયા. ત્યાંના રાજાને કેલિકટની સર્વ હકીકતની ખબર મળી હતી, અને તેની પાસે બન્ને પક્ષનાં માણસે આવ્યાં હતાં, તેથી પિગીઝ લેક સાથે મિત્રાચારી કરવાનો તેણે નિશ્ચય કર્યો. બંદરમાં આવતાં જ ગામાને તેણે પિતા પાસે બોલાવ્યા, અને તેની સાથે પોર્ટુગલના રાજાની દોસ્તી મેળવવા, તથા તેના તરફથી કેટલાક વેપારી હક મેળવવા માટે તહનામું કરી નજરાણું વગેરે આપ્યું. ગામાએ પણ તેને સત્કાર સારે કર્યો. અહીં તેને વેપારી માલ એટલે બધા મળે કે વહાણુમાં જગ્યાની તંગીને લીધે તેમાંના કેટલેક તેને છોડી દે પો.