________________ હર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઝામરીનને આ હુકમ સાંભળતાં આરબ વેપારીઓ શરમીંદા પડી ગયા. તેઓએ આ વાત પશ્ચિમ કિનારા ઉપરનાં સર્વ બંદરના વેપારીઓને પહોંચાડી, અને રાજાને તેને હુકમ ફેરવવા સમજાવવા માટે તેના કારભારીએ. મારફત ખટપટ કરી. આરબેએ કારભારીઓને જણાવ્યું કે “પોર્ટુગીઝ લેકે પિસાવાળા છે, તેઓ માત્ર વેપાર અર્થે જ આટલે દૂર આવ્યા નથી. અહીંની અંતઃસ્થિતિ જોઈ સ્વદેશ પાછા ફરી ત્યાંથી મોટાં મોટાં લડાયક બારકસે લાવી આ દેશ જીતી લેવાને તેમને ઈરાદે છે. આ પ્રમાણે સમજાવી તથા કારભારીઓને નજરાણાં આપી આરબોએ તેમને વશ કરી લીધા. આ તરફથી ગામાએ પણ પિતાના જાસુસ તથા દુભાષીઆ મોકલી મુસલમાનેએ રચેલા બેતની સઘળી બાતમી મેળવી. પરીઝ નામને એક સ્પેનને રહેવાસી મુસલમાન થઈ જઈ કલિકટમાં રહેતો હતો તેની દાવનેએ ગામા સાથે વહાણ ઉપર મુલાકાત કરાવી. આ પરીઝે શહેરમાં મુસલમાને પ્રત્યે મિત્રાચારી દાખવી તેઓની ગુમ બાતમી ગામાને મેળવી આપી. ટુંકમાં દાવન અને પરીઝ જેવા બે વિશ્વાસઘાતી મનુષ્ય ગામાને ખાસ કામ લાગ્યા. તેઓની શિખવણીથી ગામાના વકીલે રાજાની મુલાકાત લીધી, પોર્ટુગીઝોએ દરરોજ કંઈક માલ કિનારે લાવી વેચવા માંડે અને તેના બદલામાં બીજે વેચાતે લઈ વહાણ ઉપર ચડાવ્યું. આ વેપારમાં પોર્ટુગીઝેએ ભાવતાલ કરવાનું, માલ સારે નરસે જવાનું તથા વજન બાબત તકરાર કરવાનું મોકુફ રાખ્યું. આથી મુસલમાન વેપારીઓને રાજાને સમજાવવા ખુલ્લું કારણ મળ્યું કે “આ લેકે કંઈ પણ દુષ્ટ હેતુથી આવેલા ગુપ્ત જાસુસે છે. ખરે વેપારી આવે નુકસાનકારક ધંધો કદી પણ કરે નહીં, માટે તેઓને ઠાર કરી તેઓનાં વહાણે બાળી મુકવાં.” એમ છતાં રાજાએ પોર્ટુગીઝ વહાણે ઉપર જામીન તરીકે પિતાનાં માણસે મોકલ્યાં, તેમને પિતાના કબજામાં રાખી વાસ્કો ડી ગામા રાજાને મળવા ગયો, અને અનેક ઉત્તમ વસ્તુઓ નજર કરી. રાજાની મુલાકાત લઈ ગામા પાછા ફરતે હો ત્યારે અધિકારી લોકેએ તેને એક બીજેજ ઠેકાણે લઈ જઈ અટકાવમાં રાખ્યો. એમ કરવામાં તેમને હેતુ એવો હતો