________________ પ્રકરણ 4 થું. ] પર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 91 શ્રીમાન વેપારીઓનાં મેટાં જહાજે આરબી સમુદ્રમાં ફરતાં હતાં. હિંદુસ્તાનની જણસે ઈછાને રસ્તે યુરોપમાં પુરી પાડવાને સંપૂર્ણ ઈજારે આ રઓના હાથમાં હોવાથી તેઓ ઘણા પૈસાવાળા તથા મોભાદાર થયા હતા. એમને પોર્ટુગીઝ લોકેનું આ તરફ આવવું પસંદ પડયું નહીં, કેમકે તેઓના આગમનથી કેવો અને કેટલે અનર્થ થશે એ તેઓ સારી રીતે કળી શક્યા હતા. હિંદુસ્તાનમાંથી પાર્ટુગીઝનો ઉછેર કરવા માટે આરબોએ ભગીરથ પ્રયત્ન કર્યો પણ વાસ્કો ડ ગામા ઘણે ચતુર હોવાથી તેઓની સર્વ યુક્તિઓ તે નિર્મળ કરી શકે. પ્રથમ તેણે એવી અફવા ઉડાવી કે “પિર્ટગીઝ લેકને એક મોટો કાફલો સફરે નીકળે છે તેમાંથી આ વહાણો છુટાં પડી જવાથી, અમે તેની શોધમાં અહીં આવ્યા છીએ, બાકી હિંદુસ્તાન આવવાને અમારે બીજે કંઈ હેતુ નથી.” ગામાનો વિચાર એકદમ કિનારે ઉતરી કૅલિકટના રાજાને મળવા જવાનું હતું, પણ દાવનેએ તેને સાવધ કરી કહ્યું કે આપણી સલામતીની જામીનગીરીના બદલામાં રાજા તરફનાં માણસો આપણું વહાણ ઉપર લીધા વિના તમારે બહાર પડવું નહીં. આ સૂચના ગામાને મેગ્ય જણાઈ. એ ઉપરથી તેણે પિતાને વિચાર ફેરવ્યો, અને પિતાનાં આદમીઓને તાકીદ કરી કે વહાણે પાસે માલ વેચવા માટે જે હેડીઓ આવે તેની પાસેથી લેકે જે કિમત માગે તે આપી માલ વેચાત લે. આથી પોર્ટુગીઝ લેનાં ઔદાર્યપણાની વાખવાખી આખા શહેરમાં થઈ. ત્રણ દિવસ પછી કૅલિકટના રાજાએ માણસો મોકલી પોર્ટુગીઝ લોકો શા ઉદેશથી આવ્યા છે તેની તપાસ કરાવી. ઉત્તરમાં ગામાએ દાવનેને રાજા પાસે મોકલ્યો, અને કહાવ્યું કે “અમારાં છુટાં પડી ગયેલાં વહાણોની શોધમાં અમે અહીં આવ્યા છીએ; મસાલે વિગેરે વેચાતે લઈ અમે અહીંથી પાછા ફરશું.” ગામાએ મલિંદના રાજાને અનેક મુલ્યવાન વસ્તુ નજર કરી હતી, એવું દાવનેએ ઝામરીનને કહેતાં ઝામરીનના મહેડામાં પાણું છુટયું, અને તેણે મરી વિગેરે માલ જોઈએ તેટલે વેચાતે લેવાની ગામાને પરવાનગી આપી.