________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. મહિનાની ત્રીજી તારીખે યુરોપથી નીકળી અમેરિકાની શોધ કરી પાછો ફર્યો, ત્યારે સ્પેનના રાજાને પિપ છઠ્ઠા એલેકઝાન્ડર તરફથી નવા મળેલા મુલક માટે સનદ મળી. એ સનદને મજકુર એવો હતો કે, “પૂર્વે ઈ. સ. 1454 માં પાંચમા નિકોલસ પિપે આફ્રિકામાંના દક્ષિણ તરફના મુલકની માલકિની સનદ પોર્ટુગલને આપેલી છે. હવે સ્પેનનાં રાજા રાણીએ શોધી કહડાવેલા મુલકના હક તેમને મળવા જોઈએ એવી તેમની ઈચ્છા છે. માટે આ ઉપરથી એવું ઠરાવવામાં આવે છે કે, એઝોર અને કેપ વર્ડ ટાપુઓની પશ્ચિમે 300 માઈલ ઉપર દક્ષિણેત્તર એક મર્યાદા કલ્પી તે રેખાની પૂર્વ તરફના નવા, એટલે જ્યાં ખ્રિસ્તી રાજ્યને અમલ નહીં હોય, તેવા પ્રદેશ ઉપર યાવચ્ચન્દ્રદિવાકર પોર્ટુગલની સત્તા સમજવી, અને એ રેખાની પશ્ચિમે આવેલા પ્રદેશ ઉપર પેનની સત્તા સમજવી.' એક રાજ્ય પૂર્વ તરફ, અને બીજું પશ્ચિમ તરફ વધ્યું જાય તે બને કઈ પણ ઠેકાણે મળશે એ વિચાર પિપે લક્ષમાં લીધા વિના આવી મર્યાદા ઠરાવી આપેલી હોવાથી આ બાબત ભવિષ્યમાં પુષ્કળ તકરાર થઈ. પ્રથમમાંજ પિોર્ટુગલ અને સ્પેન વચ્ચે ટટ થતાં ઉપરના હુકમમાં કહેલી 300 માઈલની હદ ત્રણ ગણી વધારવામાં આવી. ( આ પ્રમાણે યુરોપિઅન ખ્રિસ્તી રાજ્યોએ પૃથ્વી ઉપરના પ્રદેશની તપાસણી શરૂ કરી, તે અદ્યાપિ ચાલુ છે. તેઓએ આ અથાગ મહેનત પૈસાના લેભમાં તણાઈ ઉપાડી હતી એ ખુલ્લું છે, તો પણ એ નિરંકુશિત ધનતૃષ્ણ તેઓએ ધર્મના બહાના હેઠળ ઢાંકી રાખી હતી. પારકા દેશમાં દાખલ થઈ ત્યાંની સંપત્તિ હસ્તગત કરવાની સામાન્ય પ્રજાની પ્રેરણા બુદ્ધિનું સમર્થન કરવા માટે સ્વધર્મનું ખેંચતાણ કરવામાં ખ્રિસ્તી ધર્મગુરૂઓએ કઈ પણ આગળ પાછળ જોયું નહીં. પિપના હુકમમાંના “ખ્રિસ્તી રાજ્યને અમલ નહીં હોય એવા નવા પ્રદેશો " એટલા શબ્દો એવા સ્પષ્ટ છે કે તે ઉપર કંઈ પણ ટીકાની જરૂર નથી. આ હુકમ અન્વયે પેન તથા પિઠુંગલનાં રાજ્યએ સઘળી ગોઠવણ કરી, અને તે ઉપર તા. 24 મી જુન સને 1506 ને દીને પિપની સંમતિ લીધી,