________________ 76 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આરબ પાસેથી મળ્યું હતું તેજ પ્રમાણે પોર્ટુગીઝ પાસેથી પિતાને મળવાની કે ચીનના રાજાને આશા હશે અને તેથી જ પોર્ટુગીઝ સાથે મિત્રાચારી કરી સામુરીને નાશ કરવાનો વિચાર તેના મનમાં આવ્યો હશે. મનમાં ગમે તેમ હોય તે પણ આ પરદેશી વેપારીઓથી આપણને ફાયદેજ છે, અને તેમના પ્રયત્નથી આપણી આબાદી થશે એવું મલબારના રાજાઓ સમજતા હોવાથી તેઓએ કંઈ પણ શક લીધા વગર પાર્ટગીઝે અને બીજા પરદેશી લેકને પિતાના રાજ્યમાં ખુશીથી આશ્રય આપે. વલંદા લેકે વેપારમાં ઘણા જુલમી હતા કેમકે અમુક માલ અમુક કિમતેજ વેચે એવું તેમણે ઠરાવ્યું હતું. અંગ્રેજોની રીત એવી નહોતી. તેઓ પિતે ભાવ ઠરાવતા નહીં પણ ચાલુ ભાવે વેપાર કરતા. મલબારમાં અંગ્રેજો સને 1664 માં દાખલ થયા ત્યારે ત્યાંના રાજા પાસેથી વેપારના કેટલાક હક તેઓએ મેળવ્યા અને ખાસ કરીને રાજા પાસે એ ઠરાવ કરાવી લીધું કે સઘળાઓ મરી એમને જ વેચે ને બીજા કોઈને આપે નહીં. આરંભમાં અંગ્રેજોએ આ રાજા સાથે વાર્ષિક મક્તાને ઠરાવ કર્યો હ, પણ જેમ જેમ એમની સત્તા વધતી ગઈ તેમ તેમ રાજાને પિતાના તાબામાં લઈ નિમણુક વગેરે કરી આપી. કૅલિકટને છેલ્લે રાજા મનવિક્રમ સામુરી સને 1866 માં મરણ પામ્યો. તેને “મહારાજા બહાદુરીને ખિતાબ અંગ્રેજ સરકારે આપ્યો હતે. તેની વાર્ષિક નિમણુક એક લાખ ચોત્રીસ હજારની હતી.