________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ | ભાગ 3 જે. હેનરી એ ચાર ઘણું નામાંકિત થયા હતા. એમને સેંથીનાને હેનરી ઈતિહાસમાં સૈકાનયનત્તા' તરીકે ઓળખાય છે. એનાં પરાક્રમ સને 1412 પછી જ લેકેની જાણમાં આવ્યાં. બાપની સાથે યુદ્ધમાં જોડાઈ એણે વિજય મેળવ્યો એટલે ને એને ડયુકની પદવી તથા અનેક જાગીર આપ્યાં, પણ હેનરીનું લક્ષ મૂળથીજ દરીઆ તરફ વિશેષ વળેલું હતું. જીઍલ્ટરની સામાં આફ્રિકાના ઉત્તર કિનારા પર સ્કૂટા નામના શહેરમાં મુસલમાનોને એલેકઝાન્ડીઆ વગેરે સાથે મોટે વેપાર ચાલતું હતું, તે શહેર સને 1415 માં હેનરીએ કબજે કરી પિતાની ખ્યાતિ આખા યુરોપમાં ફેલાવી. સ્પેન ઉપર આરબોને અમલ બેઠા પછી ત્યાં હિંદુસ્તાનની અનેક મુલ્યવાન વસ્તુને ખપ થવા લાગ્યો હતો, પણ તે અમલ નષ્ટ થતાં એ વસ્તુઓ મેળવવામાં લેકેને ઘણી અડચણ પડવા લાગી, ત્યારે હિંદુસ્તાન જવાને સમુદ્ર માર્ગ શોધી કહાડવા, અને તેમ કરી મુસલમાનોની લિત પિતે ખેંચી લેવાના ઈરાદાથી હેનરીએ સમુદ્રમાં અનેક સફરે મેકલી. સને 1418 માં સંસાર છોડી તેણે યુરોપના છેક નૈઋત્ય ખુણું ઉપર આવેલી સેગરની ભૂશિર આગળ અફાટ સમુદ્ર ઉપર નજર ફેંકી શકાય એવી જગ્યાએ મકાન બાંધી એક વેધશાળા સ્થાપી, અને ત્યાંજ પિતે રહેવા લાગે. આ ઠેકાણે તેણે યુરોપના મોટા મોટા પંડિતને એકઠા કર્યા, અને અન્ય પ્રદેશોની શોધખોળ કરવા કાફલાઓ રવાના કર્યા. તે એક ખ્રિસ્તી સંસ્થાને અધ્યક્ષ હોવાથી તેમાંથી જે ઉત્પન્ન આવતું તે આ કામમાં તે ખરચતો; વેપાર તથા ખ્રિસ્તી ધર્મ એ બન્નેની વૃદ્ધિ તેણે એકી વખતે જ કરવાની હતી. જોતિષ અને નૈકાશાસ્ત્રનો અભ્યાસ કરી તેણે જે શોધ કરી તેને પરિણામે એશિઆ, આફ્રિકા અને અમેરિકામાં અદ્યાપી નહીં જણાયેલા પ્રદેશ યુરોપિઅને હાથ લાગ્યા. એના ભાઈ પોએ સને 1416 થી 1428 સુધી યુરોપના સઘળા દેશમાં ફરી વેપાર વગેરે બાબતની ખાસ માહિતી મેળવી તે હેનરીને ઘણું ઉપયોગી થઈ એ વેળા આફ્રિકાના કિનારા ઉપર આવેલી નનની ભૂશિરની પેલીમેર * આ શબ્દનો અર્થ આગળ જવાની હદ બંધ " એવો થાય છે,