________________ હિંદુસ્તાનને અવાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. તથા બીજા જોને આ શોનું કામ એના જેટલી જ ચીવટાઈથી તથા કઢતાથી આગળ ચલાવ્યું. હેનરીના થકવી નાખે તેવા ઉદ્યોગને લીધે તે ‘નેવીગેટર” એટલે નૌકાનયનત્તા તરીકે ઈતિહાસમાં પંકાયેલું છે. પૂર્વે હજાર વર્ષ લગી આટલાંટિક મહાસાગરમાં થઈને આફ્રિકાને કિનારે જળમાર્ગે કે જાડેરની દક્ષિણે જવું ધાસ્તી ભરેલું તથા નિરૂપયોગી છે, આટલાંટિક મહાસાગર દક્ષિણ તરફ તળાવ સરખો હોવાથી તે બીજા મહાસાગર સાથે મળે. નથી, વગેરે જે માન્યતા હતી તે ભૂલ ભરેલી છે, અને હિમતથી આદિકાના દક્ષિણ છેડાની પ્રદક્ષિણા કરી બીજા મહાસાગરમાં ઉતરવાનું સહેલ છે એવું હેનરીએ સિદ્ધ કરી આપ્યું. બેતાળીસ વર્ષ લગી પરિશ્રમ કરી દક્ષિણે અરાઢમાં અંશ લગીને પ્રદેશ એ રાજપુત્રે શોધી કહા, અને તેની પણ આગળ શોધ ચલાવવાનો માર્ગ ખુલ્લે કરી તે વિશેનું ધોરણ નક્કી કર્યું. - આજે પણ પર્ટુગીને પિતાના હિંદુસ્તાનમાંના રાજ્ય માટે આટલું બધું અભિમાન આવે છે તેનું કારણ એ જ કે તે સ્થાપવા માટેનું તેમનું પ્રત્યેક કૃત્ય ઘણું શ્રમથી ઉઠાવવામાં આવ્યું હતું, તેમ તે સાહસિક અને ખરચાળ પણ હતું. એ કામ પાર પાડવામાં તેમને અનેક અડચણ નડી હતી તેનું વિવેચન નૌકાશાસ્ત્રના ઈતિહાસ માટે મહત્વનું છે. જર્સન : કુન્હાના મુંબઈને વર્ણનમાં (120) હેઠળને મજકુર છે;– રાજપુત્ર હેનરીને નવી શોધ ચલાવવા માટે સ્કુરતી આવી તેનાં કારણે - 1. બેજાડોરની ભૂશિરની અગાડીને પ્રદેશ કેવો છે તે જાણવાની ઈચ્છા - 2. તે પ્રદેશમાં ખ્રિસ્તી રાજ્ય અને ઉપયુક્ત બંદરે હોય તે તેને - પિતાના દેશ સાથે વેપાર વધારવાની ઉત્કંઠા; 3. આફ્રિકામાં મુસલમાનોનું પ્રબળ કેટલું છે તે જાણવાની, તેમજ - 4. તે તરફ તેમની વિરૂદ્ધ પિતાને મદદ કરી શકે એવું કઈ ખ્રિસ્તી રાજ્ય છે કે નહીં તે શોધી કહાડવાની, તથા