________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. યુરોપનાં વહાણે જતાં નહીં. હેનરીએ તેની અગાડી કેપ બોજાડોર લગીને કિનારો શોધી કહાડ , અને તેની પાસેના મદીરાના ટાપુઓ સને 1418 થી ૧૪ર૦ ના અરસામાં ખોળી કહાડ્યા. સને 1440 થી 1450 ના વચગાળામાં એર બેટ અને વર્ડની ભૂશિર તેને હાથ લાગ્યાં. ખ્રિસ્તી ધર્મને પ્રસાર કરવાની મતલબથી આ સઘળી ખટપટ ઉપાડી છે એવું તેણે પપને સમજાવ્યું, અને બેજાડોરની અગાડી જે કોઈ નવા પ્રદેશ શોધી કહાડવામાં આવે તે ઉપર પોર્ટુગલને અમલ રહે એવા આશયનો પોપનો હુકમ તેણે મેળવ્યો. આ પ્રમાણે સને 1441 માં રોમથી જે હુકમ નીકળે, અને તેને વખતેવખત બીજા પિપે જે અનુમોદન આપ્યું તેના ઉપરજ પ્રદેશવૃદ્ધિની બાબતમાં યુરોપિઅન રાજ્યોનો મુખ્ય આધાર હતો. આ સઘળી ધામધુમના મૂળમાં મુસલમાનોના અમલનો અંત આણી ખ્રિસ્તી ધર્મને પ્રસાર કરવાને આશય સમાયેલું હતું. હાથ લાગેલા નવા મુલકમાંથી લવાય તેટલા લેકેને આ રાજપુત્ર પોર્ટુગલમાં આણુ, અને તેઓને ખ્રિસ્તી ધર્મની દીક્ષા આપી તેમની પાસેથી વેપાર સંબંધી સઘળી ખબર મેળવતે. આવી શરૂઆતથી ગુલામો વેચવા તથા ખરીદવાનો ધંધો હસ્તીમાં આવ્યું. આ ધંધાથી પિોર્ટુગલને ઘણીજ કિફાયત થઈ. ફોગટ કામ કરનારા લેકે દેશમાં આવવાથી ખેતી અને ઘરખાનગી કામ કરવા માટે પોર્ટુગીઝોએ અસંખ્ય ગુલામને પિતાની નોકરીમાં રાખ્યા, એટલે પોતે પરદેશ જવાને છુટા થયા. પણ આ પ્રમાણે લડવૈયા લેકની દેશમાં થતી ભરતી ઓછી થવાથી રાજ્યને જે નુકસાન થયું, અને તેનું જે ખરાબ પરિણામ આવ્યું તેનું વિવેચન પ્રસંગોપાત થશે. હાલમાં તે નવીન પ્રદેશનું સ્વામિત્વ તથા ત્યાંની સુવર્ણ વગેરે સંપત્તિ યુરોપિઅનોને પ્રાપ્ત થઈ હતી. પૂર્વે દરીઆની લાંબી મુસાફરી કરવાની કોઈ હિંમત કરતું નહીં પણ એ વ્હીક જતી રહેતાં ધન મેળવવાની આશામાં યુરોપના ઘણુ લોકો પોર્ટુગીઝના આસરા હેઠળ સમુક્યાત્રા કરી અનેક ધનાઢ્ય પ્રદેશ તરફ ધસવા લાગ્યા હતા. આવાં અનુપમ કામની શરૂઆત કરી રાજપુત્ર હેનરી સને 1460 માં મરણ પામ્યા પછી તેના ભત્રીજા પાંચમા ઍસોએ