________________ પ્રકરણ 4 થું. ] , પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. છે જેને હમણાં આપણે પોર્ટુગલ કહીએ છીએ તે પ્રાંત પણ મુસલમાનના તાબામાં હતો. એમની પાસેથી ઍલ્ફન્સ હેનરીએ એ મુલક જીતી લઈ સને 1158 માં લિસ્બનમાં પિતાની સ્વતંત્ર રાજધાની સ્થાપી હતી. એ પછીનાં બીજાં સે વર્ષ લગી એક સરખું યુદ્ધ ચાલ્યા બાદ હમણુના પિર્ટુગલ એટલે પ્રદેશ સને 1279 માં સ્વતંત્ર થયે. ઈગ્લેંડને રાજા પહેલે એડવર્ડ અને પાર્ટુગલને ડેનિસ ઘાડા મિત્ર હવાથી બન્ને રાજ્ય એક બીજાની મદદથી દરીઆ ઉપર તેમજ વેપારમાં ઘણી વખત સુધી સર્વોપરી રહ્યાં. સને 1386 માં એ બેઉ રાજ્યો વચ્ચે થયેલાં વિન્ડસરનાં તહનામાની રૂએ તેઓ વચ્ચે કાયમનો સ્નેહ બંધાયો. પિોર્ટુગલના રાજા પહેલા નને જન ધી ગ્રેટ ઉર્ફે મહાન જન કહેતા. તેણે ઈગ્લેંડ અને સ્પેન સાથે મિત્રાચારી રાખી ઘણું વર્ષ લગી ડહાપણુથી રાજ્ય ચલાવ્યું. પંદરમા સૈકામાં અને તેની પૂર્વ યુરોપનાં રાજ્યની અંતઃસ્થિતિ હમણુના સરખી નહોતી. તે સમયે ત્યાં અનેક પિટાવિભાગવાળાં અસંખ્ય નાનાં નાનાં રાજ હતાં. જીઆ, વેનિસ, ફરેન્સ વગેરેનું મહત્વ પણ તે તે શહેરની હદબહાર વિશેષ નહતું. પિર્ટુગીઝ રાજ્ય સ્વતંત્ર થયા પછી સુદેવે ઈ. સ. 1385 થી ૧૫ર૧ સુધી સુમારે દેઢસો વર્ષ લગી એક પછી પોર્ટુગલ વૈભવની શિખરે પહોંચ્યું. આ કાળમાં ઈગ્લેંડ સાથેને સ્નેહ, મુસલમાનેને પોર્ટુગલ ઉપર દ્વેષ તથા નહીં જણાયેલા પ્રદેશની શેધ, એ ત્રણ મુખ્ય બાબતેથી એ દેશને ઇતિહાસ ભરેલે છે. 2, નકશાસ્ત્રવેત્તા રાજપુત્ર હેનરી. (સને ૧૩૯૪–૧૪૬૦)જૈન ઑફ ચૅન્ટ ઉર્ફે ડયુક ઓફ ફેંકેસ્ટરની છોકરી ફિલિપા પોર્ટુગલના રાજ પહેલા જન સાથે પરણી હતી. તે ઘણું શાણી, સાદી જીંદગી ગુજારનારી ધર્મનિષ્ઠ રાણી હતી, અને તેણે પિતાની આખી જીંદગી એ બે રાજ્યો વચ્ચે ચાલતું વેર નાશ કરી તેમની વચ્ચે સ્નેહ અને સલાહ કરાવવામાં વ્યય કરી હતી. એ રાણીને આઠ છોકરા થયા હતા. તે સર્વને તેણે ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપ્યું હતું. એમાંના ડુઆર્ટ, પે, ફરનાન્ડેિ અને