________________ 78 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ [ભાગ 3 જે. આવેલા આઈબીરીઆના દ્વીપકલ્પમાં સ્પેન અને પોર્ટુગલને સમાવેશ થાય છે. ઈ. સ. પૂ. 1100 ના અરસામાં ટાયરના ફિનિશિયન લેકેએ આ દ્વીપકલ્પમાં પિતાનાં થાણું સ્થાપ્યાં, અને પૂર્વને માલ અહીં લાવી તે વેચવાને ધંધો શરૂ કર્યો. આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર કાયેંજમાં એ લેકાએ પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું, ત્યાંથી પણ કેટલાકે આઈબીરીઆમાં જઈ વસ્યા. કાજના સરદાર હાસ્યુબલે ચુકાબૅજ એટલે સ્પેનમાંનું હાલનું કાર્યેજીના શહેર સ્થાપ્યું હતું. આગળ ઉપર રેમન લેકેનું પ્રબળ વધતાં તેઓએ આ દેશ ઈ. સ. પૂ. 200 ના સુમારમાં કાછનિયન અને ફિનિશિયન લેકે પાસેથી જીતી લીધે ત્યારથી ઈ. સ. 470 સુધી એ દ્વીપકલ્પ રોમન લેકના તાબામાં રહ્યા. તેઓએ તેનું નામ હીસ્પાની આ પાડ્યું. રેમન લેકે પરાજ્ય કરી વિઝિગથ લેકએ સ્પેનમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું, તે ઈ. સ. 482 થી 711 સુધી ચાલ્યું. એમની રાજધાની ટોલે શહેરમાં હતી. ઈ. સ. 711 માં તરીકે નામના આરબ સરદારે સ્પેનમાં મુસલમાની અમલ સ્થા. આ અમલ અગીઆરમા સિકાની અધવચ સુધી ચાલ્યા પછી એ દેશ ખ્રિસ્તી લેકેના તાબામાં ગયે. એમણે કંસ્ટાઈલ તથા એરેગૉનમાં બે જુદાં રાજ્ય સ્થાપ્યાં, અને એ બન્નેએ મળી મુસલમાની રાજ્યની જે કાંઈ થોડી ઘણી અસર ત્યાં રહી હતી તે ધીમે ધીમે નાબુદ કરી. ઈ. સ. 1469 માં એરેનને રાજા ફર્ડનાન્ડ કંસ્ટાઈલની રાણી ઇલિઝાબેથને પરથવાથી બેઉ રાજ્ય જોડાઈ ગયાં. સને 16 09 માં સ્પેનના રાજા ત્રીજા ફિલિપે દેશમાં જાથકના આવી રહેલા સઘળા મુસલમાનોને જોરજુલમથી હાંકી કહાળ્યા, પણ પરિણામમાં સ્પેનને જ નુકસાન થયું. ધંધા રોજગાર અને હુન્નરમાંજ મુસલમાને હોંશીઆર હતા એવું કાંઈ નહતું. તેઓ ખેતીના કામમાં પણ તેટલાજ પ્રવીણ હતા. તેઓએ સાકર, રૂ, ચેખા અને રેશમની ખેતી શરૂ કરી હતી, અને નહેર વગેરે બાંધી જમીન ફળકુપ બનાવી હતી તેથી પેનને હુન્નર વચ્ચે હતું, અને ત્યાંની જણસેને ખપ પરદેશમાં વિશેષ થવા લાગ્યો હતો. પરંતુ મુસલમાનોને પેનમાંથી હાંકી કહાડવાથી તેના વેપારને જે નુકસાન થયું તેમાંથી હજી એ દેશ નીકળી શક નથી.