________________ ખતે વિશ્વમાં અને નાના હતા તેમાંના પ્રકરણ 3 . ] મલબારની પ્રાચીન હકીકત. ત્યારે સામુરીના તાબા હેઠળ તેણે બાર રાજ્યો જોયાં હતાં, તેમાંનાં સાથી મોટાનું લશ્કર પચાસ હજાર આદમીનું હતું અને નાનાં પાસે પાંચ હજાર માણસની ફેજ હતી. એ વખતે વિજયનગરનું રાજ્ય પણ પ્રબળ હતું. સામુરીની સત્તા ચાદમા સૈકામાં ઘણું વધી હતી. અબદુલરઝાક નામનો એક પ્રવાસી સને 1442 માં લખે છે કે " કૅલિકટમાં ન્યાય સારે થાય છે, સર્વની માલમતાનું સારું રક્ષણ થાય છે તે એટલે લગી કે મોટા મોટા વેપારીઓ અતિશય મુલ્યવાન માલ દૂર દેશથી આ શહેરમાં લાવી ખુલ્લા રસ્તા ઉપર મુકે છે, અને તેની સંભાળ રાખનાર કોઈ નહીં હોય છતાં તે ચેરાઈ જવાની વ્હીક રહેતી નથી તેમ કોઈ પણ પહેરે બેસાડતું નથી. જકાતનાકાને અધિકારી એ માલ પિતાના તાબામાં રાખે છે; જે માલ વેચાય તે સેંકડે અઢી રૂપીઆ લેખે જકાત લે છે, અને નહીં તે જેને તેનો માલ તેને પાછો સોંપે. છે.” પૂર્વે આવા પ્રકારની વ્યવસ્થા હોવાથી પ્રજા સંતુષ્ટ રહેતી અને રાજ્ય પણ આબાદ થતું. એવી કહેતી છે કે આવા પ્રમાણિકપણાને લીધેજ કૅલિકટનું મહત્વ વધ્યું હતું. પૂર્વ કિનારા ઉપર એક મોટો વેપારી પિતાનાં જહાજ સોનાએ ભરી પ્રવાસે જતો હતે. રસ્તામાં જહાજ વજન ન ખમી શકવાથી તે કૅલિકટ ગયો અને ત્યાં સોનાને મોટે ભાગે ઉતારી સામુરીના તાબામાં મુકી પોતે સ્વદેશ ગયે. તે પાછો કૅલિકટ આવ્યો ત્યારે સામુરીએ તેનું સેનું તેને જેવું ને તેવું પાછું આપ્યું તે ઉપરથી સર્વ વેપારીઓમાં સામુરીની ખ્યાતિ થઈ પોર્ટુગીઝ પ્રથમ મલબારમાં આવ્યા ત્યારે તેઓ આરબ વગેરે વેપારીઓના જેવા સાલસ હશે એવું ઘણા રાજાઓ માનતા. વ્યાપારવૃદ્ધિના કામ સાથે ધર્મ પ્રસાર તથા રાજ્ય સ્થાપનાના અંતસ્થ હેતુ તેમના મનમાં હશે એવો કોઈને પણ શક ગયો નહોતો. તેમના આવવા અગાઉ હજારો વર્ષ લગી એ પ્રયત્ન કેઈએ કર્યો નહોતે, પરંતુ પોર્ટુગીઝ મલબારમાં આવ્યા તે પ્રસંગે જગતમાં કેવા કેવા પ્રકારને “સબંધ ચાલતા હતા તે પશ્ચિમ કિનારા ઉપરના રાજાઓએ સમજવાં કાંઈ પણ તસ્દી લીધી નહીં. સાસુરીને વૈભવ જોઈ કોચીનના રાજાને અદેખાઈ થઈ હતી. આ વૈભવ સામુરીને