________________ પ્રકરણ 3 . ] મલબારની પ્રાચીન હકીકત. લડતાં પડતે તે પ્રાણ જતાં સુધી દુશ્મનની પાછળ પડવામાં તેઓ આનાકાની કરતા નહીં. પ્રેત બાળ્યા પછી તેનાં હાડકાં પથ્થરની સુંદર પેટીમાં મુકી તે દાટવાને ચાલ નાયરામાં હતો. આવી રીતે દાટેલી જુદા જુદા ઘાટની પુષ્કળ જુની પેટીઓ હમણું ખોદ કામ કરતાં મળી આવે છે. પેટી નકશીદાર હતી તથા તેના ઉપર લેખ કતરેલા હતા. હવે આ જુન ચાલ બંધ પડે હોય છે, અને હાલમાં મૈયતના હાડકાં નદીમાં નાખવામાં આવે છે કે કઈ તીર્થસ્થાનમાં દાટવામાં આવે છે. અશોકના વખતથી મલબારમાં બુદ્ધ અને જૈન ધર્મને પ્રસાર થયો હતું, તેમાં જૈન ધર્મનું પ્રાબલ્ય વિશેષ હતું. પણ આ સ્થિતિમાં આઠમા સૈકામાં બુતિરિ બ્રાહ્મણે મલબારમાં આવ્યા પછી ઘણે ફેર પડી ગયો અને શંકરાચાર્યને પંથ પૂર્ણ જોશમાં ચાલ્યો. મલબારનું વૃતાન્ત લખનારા મે. લેગન સાહેબ કહે છે કે એ પ્રાંતના સંબંધમાં યાદ રાખવા જેવી મહત્વની વાત છે તે નાયર લેકેની પ્રબળ સત્તાની છે. સેંકડો વર્ષ લગી લશ્કરી તેમજ બીજાં કામમાં તેઓ પ્રાધાન્યપણું ભોગવતા, અને જે પરદેશીઓ વચમાં નહીં આવ્યા હતા તે એ પ્રમાણે તેઓ કેટલાક સૈકા સુધી ટકી રહેતું. હજી પણ નાયર લોકો મલબારમાં રહે છે પણ દીલગીરીની વાત છે કે લેકના હક ટકાવી રાખવા તેમનામાં જે સામર્થ્ય હતું તે હવે રહ્યું નથી. આવા રાજ્યબંધારણને લીધે રાજાને પ્રજા ઉપર કાંઈ પણ જુલમ થતું નહીં અને તે અનિયંત્રિત રાજ્ય ચલાવી શકતે નહીં. સર્વ કામ તેને કુટું સભાની મારફત કરવું પડતું. આ પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા પહેલી હૈદઅલીએ ડી. એકંદર રીતે જોતાં આ પ્રાંત ઘણું લાંબા કાળ સુધી સુખી અને આનંદી હતું, અને તેનો વેપાર ઘણે ધમધોકાર ચાલતો હતો. 4. મલબારમાંના મુસલમાન–મલબારમાં મુસલમાનનું મહત્વ ઘણું હતું કેમકે તેમને લીધે તેના વેપારની વૃદ્ધિ થઈ તે પ્રખ્યાત થયું હતું. નવમા સકામાં એટલે ઈ. સ, 851 પછી મલબારમાં મુસલમાને