________________ 65 પ્રકરણ 3 જુ.] મલબારની પ્રાચીન હકીકત. વામાં આવ્યા હતા તે ભાગના માંડળિક રાજાની તેમજ બીજા સાક્ષીઓની સહી છે તે ઉપરથી તેમજ સનદેની એકંદર રચના ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે નાયરે રાજ્યમાં જે હક જોગવતા હતા તેવાજ હક યાહુદી અને ખ્રિસ્તી લેકોને આપવામાં આવ્યા હતા. આ લેકેની એક એલાહેદી સમાજ એટલે નાડ બનાવી તેના ઉપર તેમની જ જાતિને એક અમલદાર નીમવામાં આવ્યો હતો. એ અમલદારને વંશપરંપરાને અધિકાર સંપાદન થયો હતો, અને છત્રી, મસાલ, પાલખી, નેબત વગેરે મળવા ઉપરાંત તેને બીજા હકે પણ ઉપલબ્ધ થયા હતા. મરૂવાન સાપીર ઇસેએ કેટલીક જમીનની અંદરના પાણીના હક વેચાતા લીધા હતા. નાયરના “ના” ની માફક યહુદી અને ખ્રિસ્તીઓની પણ “સત” સભા હતી, અને બીજી જાતિઓનાં ગીલ્ડ જેવાં તેમનાં પણ ગીલ્ડ ઉ સંઘ થયા હતા. - સમસ્ત પ્રજાની સંમતિથી આ હકે અન્ય ધર્મીઓને આપવામાં આવેલા હેવાથી સનદ ઉપર સઘળાની સાખ થઈ હતી. આવી રીતે ખ્રિસ્તી અને યહુદી લેકે ઉપર સાર્વજનિક સંસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી, અને બીજાની માફક તેમના ખરચ સારૂ રાજ્યની ઉત્પન્નને અમુક ભાગ વંશપરંપરા માટે છુટો પાડી આપવામાં આવ્યો હતે. . સનદના મજકુર ઉપરથી જણાય છે કે સાર્વભૌમ સરકારે પિતાના હાથમાં ઘણું થોડીજ સત્તા રાખી હતી. તેણે દરેક પ્રાંતની નિરનિરાળી સભા સ્થાપી તેમને રાજ્ય કારભાર સોંપી આપ્યો હતો. એ સર્વના મુખી સાર્વોમ રાજા પેરૂમાલના તાબામાં દરેક પ્રાંતિક સભાનો ઉપરી ઉર્ફે માંડળિક રાજા હતા. સનદને છેડે લખેલા “બ્રાહ્મણોએ બન્ને સભાને સંમતિ આપવાથી આ લેખ મંજુર કરવામાં આવ્યો છે એ શબ્દો ઉપરથી જણાય છે કે બ્રાહ્મણોની પણ જુદી સમાજ હતી, અને કોઈ પણ નવી સમાજ હસ્તીમાં આવે તે અગાઉ તેમની તે બાબત સંમતિની જરૂર હતી. હિંદુસ્તાનના બીજા ભાગમાં ગ્રામસંસ્થા હતી, પણ મલબારમાંની આ રાજ્યપદ્ધતિ કંઈક જુદા જ પ્રકારની હતી. દેશમાં વેપાર અર્થે અથવા બીજા કારણે બહારના લેકે આવીને વસે અને તેઓની આબાદી થાય એટલે રાજ્યકારભારમાં તેમને સમાન