________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આવ્યા. એવું કહેવાય છે કે મલબારમાં જ્યારે એરમાણુ પેરૂમાલ નામને એક પરાક્રમી રાજા કાંગાનુરમાં રાજ્ય કરતા હતા ત્યારે કેટલાક આરબ ફકીરેએ ત્યાં આવી રાજાનું મન મુસલમાન ધર્મ તરફ ફેરવ્યું. તે ઉપરથી રાજાએ મકકા લગી સફર કરી આવવા નિશ્ચય કર્યો, અને તે માટે ગુપ્ત રીતે એક જહાજ તૈયાર કરાવ્યું. એ વહાણ મારફત અહીંથી નાસી જઈ રાજા અરબસ્તાનમાંના “શહર” નામને ઠેકાણે ઉતર્યો. અહીં મલિક-ઇમ્ન–દિનાર પિતાના આખાં કુટુંબ સાથે રાજાને મળે. આગળ જતાં બન્ને વચ્ચે સારી દસ્તી થતાં રાજાએ મુસલમાની ધર્મ અંગીકાર કર્યો. કેટલોક સમય અરબસ્તાનમાં રહ્યા પછી હિંદુસ્તાન આવી અહીંના લોકોને એના ધર્મમાં વટલાવવા તેની ઈચ્છા હતી, પણ એટલામાં તે આજારી પડી મરણ પામ્યો. મરતા પહેલાં રાજાએ મલિક-ઈન્ન-દિનાર અને બીજા સ્નેહીઓને પિતાની પાસે બોલાવી તેમને મલબાર જઈ ત્યાં મસલમાની ધર્મને પ્રસાર કરવા આગ્રહપૂર્વક વિનંતી કરી, અને ત્યાં મસીદ વગેરે બાંધવા નાણુની મદદ કરવા મલબારના રાજા ઉપર તેણે કાગળ લખી આપી દે છે. આ પછી કેટલેક વખત વીત્યા બાદ મલિક-ઈન્ત–દિનાર પિતાના કુટુંબનાં માણસો સાથે પેરૂમાલ રાજા ઉપરને કાગળ લઈ મલબાર આવ્યા. કાંગાનુરના રાજાએ તેને સત્કાર કર્યો, અને ચેરમણના લખ્યા પ્રમાણે મસીદ બાંધવા માટે જગ્યા તથા નાણાને બંદોબસ્ત કરી આપ્યો. મલિકઈમ્ન–દિનાર મુખ્ય કાજી થયા. તેણે ત્રાવણકર જઈ કલમમાં મસીદ બાંધી, તેમજ ઉત્તર તરફ મંગલુર, કાસારગોડ વગેરે ઠેકાણે પણ તેવી જ મસીદ ઉભી કરી. આ પ્રમાણે પશ્ચિમ કિનારા ઉપર મુસલમાની ધર્મની સ્થાપના થઈ હતી. પણ મલિક-ઈન્ન-દિનારે પિતાનું લક્ષ માત્ર ધર્મની બાબતમાં રોકી રાખ્યું નહોતું. સર્વ ઠેકાણે અધિકારીઓ તરફથી એને મદદ મળતી હતી એટલે વેપારને માટે યોગ્ય જગ્યાએ પસંદ કરવામાં તેણે ઢીલ કરી નહીં. મલિક હિંદુસ્તાનમાં આવ્યો તે પહેલાં આરબ વેપારીઓ મલબાર કિનારા ઉપર આવી રહ્યા હતા, તથા હિંદુ સ્ત્રીઓ સાથે લગ્નના ગાંઠથી જોડાઈ તેઓએ એક વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરી હતી. આ '