________________ પ્રકરણ 3 જુ.] મલબારની પ્રાચીન હકીકત. 71 - મલબારમાં મોકલ્યો હતો. આગળ જતાં સને 1643 માં ડચ લેકેએ કચીન શહેર કબજે કર્યું ત્યારથી પ્રોટેસ્ટંટ પંથ અગાડી આવ્યો. ટુંકમાં મલબારમાં ખ્રિસ્તી લેકે જેટલા મહત્વના બીજા કોઈ લેકે હતા નહીં.' - 6, મહામખ સમારંભ–મલબારમાં તા. 25 મી ઓગસ્ટ સને 825 થી શરૂ થયેલે “કેમ” નામને શક ચાલે છે. એનું બીજું નામ “આચાર્ય વાગભેઘા” એવું છે, તે ઉપરથી એ શક શંકરાચાર્યે ચાલુ કર્યો હશે એમ જણાય છે. બીજી કલ્પના એવી છે કે આસરે સને 825 માં મલબારને છેલ્લે રાજા ચેરમાણ પેરૂમાલ રાજ્ય છોડી મકકે ચાલ્યો ગયો તે વખતે કંઈ પણ રાજ્યક્રાન્તિ થયા પછી આ શક થયો હતે.. મલબારમાં દર બાર વર્ષે નો રાજા ચુંટી કહાડવા માટે એક મોટે. સમારંભ અસલના વખતથી થતો હતો. એ સમારંભને ઓનમ અથવા મહામખ કહેતા, અને તે સને 1743 સુધી થતા હતા. આ સમારંભમાં સઘળી “કુટું” સભાના સભાસદો અને રાજ્યના નાના મોટા લેકો હાજર. રહેતા અને ત્યાં રાજ્યની સર્વ બાબતનો નિકાલ થતો. - કેપ્ટન એલેકઝાન્ડર હેમિલ્ટન સત્તરમી સદીના અંતમાં મલબારમાં હતે તેણે આ સમારંભની પ્રત્યક્ષ હકીકત આપી છે તે આ પ્રમાણે - “મલબારના રાજાને ઝામરીન (સામુદ્રી, સામુરી) કહેતા. તેણે બાર કરતાં વધારે વર્ષ રાજ્ય કરવાનું નહોતું; જે તેટલા વખતમાં તે મરણ પામે તે ઠીક, નહીં તે મોટો સમારંભ કરી સર્વની સમક્ષ તેણે પોતાને શિરચ્છેદ કરવો એવો ધારે હતે. એ પ્રસંગ આવતાં રાજા એક મોટો સમારંભ કરી તેમાં સઘળા સરદાર તથા સભ્ય ગૃહસ્થોને બોલાવો અને તેમને મીજબાની આપતો. તે પછી સઘળાની રજા લઈ રાજા વધસ્તંભ આગળ જતો અને સર્વની રૂબરૂ પિતાનું ડોકું કાપી આપતા. ત્યારબાદ તેના શબને સઘળા એકઠા થયેલા લેકો બાળી આવી નો રાજા નીમતા. આ ચલ પ્રાચીનકાળમાં હતાપણ હમણાં તે ઘણે વખત થયા બંધ પડે છે. હાલની રીત એવી છે કે દર બાર વર્ષે આખા રાજ્યમાં એક મોટો ઉત્સવ