________________ પ્રકરણ 3 . ] મલબારની પ્રાચીન હકીકત. . 63 પિતાની રજનિશીમાં તા. 28 મી મે 1746 ને રજ નીચે મુજબ લખે છેઃ “નાયર એટલે કૅલિકટની પ્રજાના મુખત્યારની બનેલી સભા આપણી પાર્લામેન્ટ જેવી જ હતી. આ સભાએ રાજાને હુકમ શાંતપણે સાંભળો એવું કંઈ હતું નહીં, પણ તેના અમલદારે જે અન્યાય કરે તે તેમને શિક્ષા કરવાનો અધિકાર આ સભાને હતે.” નાડની આ સભાને " કુસભા કહેતા. તે એકત્ર થઈ કામ કરતી અને રાજ્યમાં તેનું વજન અતિશય પડતું. સ્વારી, શિકાર, યુદ્ધ, પંચાયત વગેરે અગત્યનાં કામસર આ સભા મળતી, અને આંખ, હાથ અને હુકમ (the eye, the hand, and the Command) એ તેની લાક્ષણિક સંજ્ઞા હતી, એટલે કે પાસેથી મહેસુલ ઉઘરાવવું, તેઓના પરસ્પર હકમાં વિક્ષેપ પડવા દેવો નહીં અને સર્વની રીતભાત એગ્ય રીતે ચલાવવી એ કામ આ સભાનું હતું. કાનડાના દક્ષિણ કિનારા ઉપર અને ખાસ કરીને મલબારમાં ચાલતી આ રાજ્યવ્યવસ્થા સને 191 માં જ્યારે બ્રિટિશ સત્તા એ પ્રાંતમાં ચાલું થઈ ત્યારે નાશ પામી. અનેક પાશ્ચાત્ય ગ્રંથકારનો એ અભિપ્રાય છે કે જે આ રાજ્યવ્યવસ્થાને આ પ્રમાણે અંત આવ્યા ન હોત તે અહીં એક પ્રકારનું સ્વતંત્ર સ્વરાજ્ય કાયમને માટે ટકી રહેત. મલબારમાં નાયર સિવાય જોષી, શિક્ષક, સુતાર, લુહાર, ગવૈયા, ધોબી વગેરે અનેક જાતિના લોક વસતા હતા, અને તેથી ગ્રામસંસ્થા પૂર્ણ થઈ હતી. અહીંના જેવી પણ કંઈક ફેરફાર વાળી ગ્રામસંસ્થાની પદ્ધતિ તે વખતે આખા હિંદુસ્તાનમાં પ્રચલિત હતી. માળીના જેવી ખેડુતોની એક બીજી જાત “તીયર” કરીને હતી તે મૂળ સિલેનથી મલબારમાં આવી હતી એવું કહેવાય છે. આ જાતનાં સ્ત્રી પુરૂષ સ્વરૂપવાન, સુંદર અને સ્વચ્છ હતાં. સ્ત્રીઓ જે યુરેપિઅને સાથે રહેતી તે ન્યાતમાંથી તેમને બહિષ્કાર થતો નહીં, એટલે એ જાતમાં યુરોપિઅન લેહી ભેળાવવાથી તેમની વર્ણ ઘણીજ બદલાઈ ગઈ. આ સિવાય હજામ, વાંસફોડા, છત્તર બના વનારા, ચેરૂમાર એટલે ગુલામ જેવા લેક, વટળેલા મુસલમાન તથા ખ્રિસ્તીઓ મલબારમાં ઘણું છે.