________________ પ્રકરણ 3 . ] મલબારની પ્રાચીન હકીકત. રના લેકે વસે છે, અને તે દરેકના અનેક પેટા વિભાગ છે. હિંદુસ્તાનના બીજા ભાગોમાં જેવી રીતે આર્ય સુધારાની અસર દરેક બાબતમાં સ્પષ્ટ માલમ પડી આવે છે તેવું કંઈ ચિહ મલબારમાં જણાતું નથી. આનું પરિણામ કેવું આવ્યું તેને બારીક વિચાર કરવો જોઈએ. આર્ય લેકેની ચાતુર્વર્ય સંસ્થા દેશના બીજા ભાગની માફક અહીં નહતી. આની જાતી વ્યવસ્થાનું મૂળ કુટુંબ હતું, અને તે ઉપર તેમણે પિતાની સમાજની રચના ગોઠવી હતી. આ માટે તેમણે સમાજના ચાર મુખ્ય ભાગ કરી દરેકને ચાર જુદાં જુદાં કામો સોંપી આપ્યાં. કાલાંતરે કામની આ વહેંચણી એટલી તે સ્પષ્ટ તથા પૃથક થઈ કે બે પક્ષના ક્ષત્રિય લેકે માહે માંહે લડતા હોય, તે એક તરફ બ્રાહ્મણ તપશ્ચર્યા કર્યા કરે અને બીજી તરફ કણબી ખેતી કર્યા કરે, પરંતુ ચાલતા ઝગડામાં પડવાનું જરૂરનું છે એવી બુદ્ધિ એ બેમાંથી કાઈની ચાલતી નહીં (લગન). આવાં કારણને લીધેજ પરદેશી હુમલા આ દેશ ઉપર આવતાં સઘળા લેકે સ્વદેશના રક્ષણ માટે શત્રુ ઉપર ઉડ્યાનાં ઉદાહરણ આપણા પ્રાચીન ઈતિહાસમાં ઘણાં મળતાં નથી. દેશ રક્ષણનું કામ ક્ષત્રિઓનું જ છે એમ બીજી જાતે સમજતી. એમ છતાં આર્યોની આવી વ્યવસ્થાને લીધે સમાજની સુધારણું તથા આબાદી થઈ દરેક કસબને નવું રૂપ મળવાથી પ્રાચીન આર્યોની પ્રગતિ અતિશય ઝડપથી થયેલી જણાઈ આવે છે. પણ મલબારની સમાજવ્યવસ્થા ઘણે અર્વાચીન સમયની છે. અહીંઆ નંબુતિરિ બ્રાહ્મણ ઈસવી સનના આઠમા સૈકામાં બહારથી આવ્યા ત્યાર અગાઉ માત્ર જૈન લેકે ઉત્તરમાંથી આવ્યા હતા, અને તેઓ આને છેડે ઘણે સુધારો અહીં લાવ્યા હતા. તેઓએ જુદા જુદા ધંધાવાળાનાં સમાજ, જેને અંગ્રેજીમાં ગીલ્ડસ ( Guilds) કહે છે તે, મલબારમાં સ્થાપ્યાં. આ સમાજોને શરૂઆતમાં ધર્મનું સ્વરૂપ આપવામાં આવ્યું નહતું, પણ આઠમા સૈકામાં બ્રાહ્મણોએ એ તત્વ ઉમેરી જાતિ બંધન દ્રઢ કર્યું. આ બ્રાહ્મણ વૈદિક એટલે વેદાધ્યયન કરનારા હોવાથી તેમના વિભાગ પણ વેદને અનુસરીને હતા. પ્રસિદ્ધ શંકરાચાર્ય મૂળ મલબારના નંબુતિરિ બ્રાહ્મણ છે; અહીંના સઘળા બ્રાહ્મણે તેનાજ અનુયાયી છે. બુતિરિ બ્રાહ્મ