________________ પ્રકરણ 3 જે. ] મલબારની પ્રાચીન હકીકત. હિંદુસ્તાનના પશ્ચિમ કિનારાને મલબાર કિનારો કહે છે. એ કિના રાની સમાંતર, સમુદ્રથી ત્રીશેક માઈલ દૂર સંહ્યાદ્રી પર્વતની હાર આવેલી હેવાથી, એટલો મુલક હિંદુસ્તાનના બીજા ભાગથી છુટા પડી ગયા હોય એમ લાગે છે. સુરતથી ગણીએ તે જમીનના આ ચીરામાં અનુક્રમે ઉત્તર કેકણું એટલે થાણું તથા કોલાબા જિલ્લા, દક્ષિણ કોકણ એટલે રત્નાગીરી જિલ્લો, સાંવતવાડી સંસ્થાન, ગોમંટક, ઉત્તર કાનડા, દક્ષિણ કાનડા, મલબાર, કોચીન અને ત્રાવણકોરના પ્રાંતે આવે છે. મલબારની પૂર્વે મહૈસુર તથા કુર્ગના પ્રાંતિ આવેલા છે. આ કિનારે મુખ્ય બંદરે નીચે પ્રમાણે છે - સુરત, દમણ, દહેણું, તારાપુર, માહીમ, વસઈ, થાણ, મુંબઈ અલીબાગ, જંજીરા, રત્નાગીરી, વિજયદુર્ગ, માલવણ, વેંગુર્લા, પંછમ, માગવા, કારવાર, કુમઠા, હેનવર, ભટકળ (છેલ્લાં ત્રણ ઉત્તર કાનડામાં છે); મેંગલેર ( દક્ષિણ કાનડા ), કાનાનુર, ટેલિચરી, મહી, કૅલીકટ, પુનાની (મલબાર), કોચીન, કલમ (કિવેલેન), અંજન, ત્રિવેંદ્રમ અને કેમેરીને. આમાંનાં કેટલાંક બંદરની હકીકત અગાડી આવતી હોવાથી સંપૂર્ણ નોંધ અહીં આપી છે. 2, મલબારને જુને ઈતિહાસ-મલબારનું અસલ નામ કેરલ હતું. પ્રાચીન કાળમાં ચેર, ચલ તથા પાંડય એવાં ત્રણ રાજ્યો દક્ષિણમાં હતાં, તે પૈકી ચેર એટલે કેરલ હતું એવું શોધકોએ ઠરાવ્યું છે. ચેરનાડ કરીને હાલમાં મલબારમાં એક તાલુકે છે, તેનું નામ કેરલ ઉપરથી જ પડ્યું હશે. એવી આખાઈ છે કે પૂર્વે પરશુરામે સમુદ્ર પાછળ હઠાવી મલબારની જમીન ઉત્પન્ન કરી ત્યાં ચાતુર્વર્ણની સ્થાપના કરી હતી. તેણે એસક ગામ વસાવી ચારચાર ગામનો એક ભાગ એવા સોળ ભાગ કર્યા હતા. દરેક ભાગમાંના લેકેએ પિતાનામાંથી એક અમલદાર તે ભાગને કારભાર કરવા માટે નીમ તેણે ત્રણ વર્ષ કારભાર કરવો તથા ખરચ માટે એકંદર જમીનનો જ ભાગ તેને આપવો, એ શરૂઆતમાં વહિવટ હતું. પણ એ અમલદાર દર ત્રણ વર્ષે બદલાતું હોવાથી એ મુદતમાં ફાવે તેટલે તે જુલમ કરો. આ જુલમને અટકાવ કરવા માટે સઘળા લેકેએ તિરૂના