________________ પ્રકરણ 3 છે. ] મલબારની પ્રાચીન હકીકત. પ૭ સમજવી મુશ્કેલ છે. મૂળ સંસ્થા ઉત્તમ પ્રકારની હોવા છતાં પારકા અમલ નિીચે તેની કેવી દશા થાય છે તે મલબારની હકીકત ઉપરથી ઘણી સારી રીતે જણાઈ આવે છે. મલબારની રાજ્યપદ્ધતિમાં પ્રજાસત્તાક તત્વ આમેઝ થયેલું હોવાથી ઐતિહાસિક દ્રષ્ટીએ ત્યાને આગલે ઈતિહાસ અતિ મનોરંજક લાગે છે, એટલે વિષયાંતર ન કરતાં ત્યાં પ્રાચીન ઇતિહાસ સવિસ્તરપણે અહીં જ આપવાનું ઇષ્ટ જણાય છે. - હિંદુસ્તાનની ઉત્તરે હિમાલયના પ્રચંડ પહાડો આવેલા હોવાથી તથા તેની બીજી ત્રણ બાજુએ સમુદ્ર ફરી વળેલે હેવાથી એ દેશ અભેદ હોય એવું સામાન્ય રીતે સમજવામાં આવતું. વાયવ્ય કોણ તરફથી એ દેશમાં દાખલ થવાને એક જ માર્ગ હતો, અને ત્યાંથી જ સઘળી અન્ય પ્રજાઓ આ દેશમાં દાખલ થઈ હતી. બીજે માર્ગ ચંબીની ખીણમાં થઈને હિતે જ્યાંથી બુદ્ધ યતિઓ ધર્મપ્રસાર કરવાના હેતુથી ટીબેટ ગયા હતા. યુરોપિઅન લેકે અહીં આવ્યા તે પૂર્વે સમુદ્ર માર્ગ દુર્ભેદ્ય હતું એવું પશ્ચિમાત્ય ગ્રંથકારે લખે છે, તેને ભાવાર્થ એટલે જ હવે જોઈએ કે એ માર્ગે હિંદુસ્તાનમાં પ્રવેશ કરવું શક્ય છે એ વાત યુરેપિઅનોએજ સિદ્ધ કરી આપી, પણ વસ્તુસ્થિતિ એવી નથી. મનુષ્યની બુદ્ધિને પ્રભાવ થતાં કઈ પણ વાત તેને દુર્ધટ લાગતી નથી. પોર્ટુગીઝએ અત્યંત સાહસ વેઠી હિંદુસ્તાન દેશ શોધી કાઢ્યો હતો એ ગર્વ મધ્યા છે. એ કંઈ ખોવાઈ ગયેલે દેશ નહોતે, તેમજ બીજા લેકોને તે જાણીતે નહોતે એવું હતું નહીં, પર્ટુગીઝોનું સાહસ એટલું જ કે તેમનાં વહાણે યુરોપને કિનારો છોડી વચમાં કેથે અટકી નહીં પડતાં ઠેઠ હિંદુસ્તાનના કિનારા સુધી આવ્યાં હતાં. એ સમયે તૈકાશાસ્ત્રમાં યુરોપિઅનોની બરાબરી કરી શકે તેવા બલકે તેનાથી પણ ચડીઆતા ખલાસીઓ આ તરફ હતા. પ્રાચીન ગ્રીક અને ફિનિશિયન ખલાસીઓ બાતલ કરીએ તોપણ પિર્ટુગીઝના ઉદયનાં ત્રણ ચારસો વર્ષ અગાઉ આરબ લેકેએ નકાનયન વિદ્યામાં શ્રેષ્ઠ પ્રકારની પ્રવીણતા મેળવી હતી, અને જાપાનના કિનારાથી ભૂમધ્ય સમુદ્ર સુધી તેઓ ફરતા