________________ 58 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. હતા. આ લાંબા અને તે સમયના કંઈક અંશે દુર્ધટ પ્રવાસની જેઓને ધાસ્તી લાગી નહીં તેઓ આફ્રિકાની પ્રદક્ષિણા કરવામાં ગભરાયા હોય એ માની શકાતું નથી. આફ્રિકાની દક્ષિણ બાજુએ વેપારનાં કાંઈ પણ સાધન હતાં નહીં, તેમજ ઈજીપ્તમાંથી ભૂમધ્ય સમુદ્રમાં જવા આવવાનું ઘણું થતું હોવાથી તેમને આફ્રિકાની પ્રદક્ષિણ કરવાનો પ્રસંગ આવ્યો નહીં. એમ છતાં આરબ જેવા દરીઆવધી લેકની થેડે થોડે અંતરે સહાય લઈ પોર્ટુગીઝ ખલાસીઓ પૂર્વ તરફ આવી શક્યા હતા. ટુંકાણમાં, આરબ તથા બીજા પ્રાચીન સમયના લેકે વહાણવટાના ધંધામાં પ્રવીણ હતા. છતાં હિંદુસ્તાનની દેલત સ્વદેશ લઈ જવા જેવી સ્વાર્થી કલ્પના પિોર્ટુગીઝ પહેલાં અહીં આવનારા કેઈ પણ પરદેશી લેકે કરી નહીં હતી. યુરોપિઅનોએ હિંદુસ્તાન આવી નિરાળા પ્રકારનું કૃત્ય આરંળ્યું, એટલે તેની મહત્તા અગાડી આવી, અને અહીંની પ્રજાનાં સઘળાં કામ દબાઈ ગયાં. પંદરમા સૈકામાં યુરોપિઅન તેમજ બીજા લેકે નૈકાગમનમાં સરખી રીતે કુશળ હેવા છતાં, યુરોપિઅનેની પ્રગતિ થઈ અને ઈતર લેકે પાછળ પડી ગયા, એ બાબતને વિચાર તે કાળની પરિસ્થિતિની મદદથી કરીએ તે સહજ જણાશે કે આ પ્રાચ્ય લેક સંપત્તિવાન તથા સુવ્યવસ્થિત હોવાથી એને પરમુલકમાંથી આ જીવીકાની કઈ પણ વસ્તુ આણવાની જરૂર લાગી નહીં. પરધન તથા પરદેશ એ બન્ને બાબત તેમની અભિલાષા ન પ્રેરાયાથી તેમની પાસે હતું તે ઉપરાંત વધારે મેળવવા માટે તેમણે સાહસ કરવાનો નહોતો. બીજી તરફ સાહસિક આરબોએ વેપારમાં ઝપલાવી યુરેપિઅને નુકસાન પહોંચાડ્યું હતું, એટલે તેઓ બહાર પડવાને અતિશય ઉત્તેજીત થયા હતા, અને જીવ ઉપર આવી ધમપછાડ કરવા લાગ્યા હતા. આથી જ તેમની પ્રગતિ થઈ હતી. યુરેપિઅને આ પ્રયત્ન શાને માટે હતો, અને આગળ ઉપર એનું પરિણામ કેવું આવશે એ તપસવાની દરકારજ કોઈએ કરી નહીં. આ કારણથી આગળ વધવા એશિઆ. ને લેકે પાત્ર નહેતા અથવા યુરોપિઅન લેકેની બુદ્ધિજ કંઈ અલૈકીક તથા વિલક્ષણ હતી એમ કહી શકાય નહીં.