________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. વેચવા, અને એ વ્યવહાર ઉપર પિતાના રાજ્યને નિર્વાહ ઉત્તમ રીતે ચલાવો એ આ વેળાની ધામધુમ મૂળ ઉદેશ હતે. પ્રેફેસર રામસે કહે છે કે “જગતના ઇતિહાસને એકંદર હે તપાસતાં એટલું તે દેખાશે કે એશિઆ તથા યુરોપના સમાગમ પછી હમેશ એક જાતની જબરદસ્ત વિદ્યુચ્છક્તિ ઉન્ન થતી જાય છે, અને તેમાંથી સર્વ જગતના વ્યવહારને વેગ મળે છે. જગતની પ્રગતિનું આના જેવું બીજું કઈ પણ કારણ ઈતિહાસમાં મળી આવતું નથી” (Contemporary Review, July 1906). સર ઑલ્ટર રાલેના મત પ્રમાણે “જેના તાબામાં દરીએ તેના તાબામાં વેપાર, જેના તાબામાં જગતને વેપાર, તેના તાબામાં જગતની દેલત એટલે પ્રત્યક્ષ સર્વ જગત પ્રકરણ 3 જું. મલબારની પ્રાચીન હકીકત 1. મલબારનું મહત્વ. 2. મલબારને જુને ઇતિહાસ, 3. મલબારના લોક: બ્રાહ્મણ અને નાયર. 4. મલબારમાંના મુસલમાન. 5. મલબારમાં ખ્રિસ્તી લો. 6. મહામખ સમારંભ. - 7. કેલીકટને ઝામરીન. 1. મલબારનું મહત્વ –યુરોપિઅન પહેલવહેલા મલબારમાં આવ્યા હતા. સોળમા સૈકામાં પોર્ટુગીઝ લેકેએ આ કિનારાને ઘણે ખરે ભાગ છતી ત્યાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. આ પ્રદેશ હિંદુસ્તાનના બીજા ભાગેથી તદન જુદે જ પડતું હતું. માત્ર સૃષ્ટિરચનાને લીધે જ એમ હતું નહીં, પણ રાજ્યવ્યવસ્થા તથા લેકેની રીતભાતમાં એ પ્રાંત ભિન્ન જણાતું હતું. આથી પરદેશી સત્તા સ્થાપન થવામાં કંઈ વિલંબ થયે નહીં. પોર્ટુગીઝની પહેલાં આરબ તથા ખ્રિસ્તી વગેરે પરદેશીઓએ આ પ્રાંત ઘેરી લીધું હતું. આ સર્વ હકીક્ત તેમજ ત્યાંની તત્કાલીન તથા પ્રાચીન અંતઃસ્થિતિ સ્પષ્ટપણે સમજ્યા સિવાય હિંદુસ્તાનમાં થયેલી યુરોપિઅન રાજ્ય સ્થાપનાની મીમાંસા