________________ હિંદુસ્તાનને અવાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ણોનાં દશ “ગ્રામ” એટલે શાખા હતી. પ્રત્યેક ગ્રામ ઉપર દેખરેખ રાખવા માટે લેકનિયુક્ત છ અધીકારીની સભા હતી. તેના અધ્યક્ષને “સ્માર્ત તથા સભાસદને મિમાંસક' કહેતા. દેશના રાજાની પરવાનગીથી આ સભા જાતિના સઘળા કંટાને નિકાલ કરતી. મલબારમાં બીજી મુખ્ય જાત નાયરની હતી. નાયર એટલે લેકોના નાયક, દેશનું રક્ષણ કરનારા અથવા ક્ષત્રિઓનું કામ કરનારા શુદ્ર એ અર્થ થાય છે. એ આર્ય નહતા. અહીં ઘણા થોડાજ આર્યો આ વેળા હોવાથી તેમજ દેશ સંરક્ષણના કામ માટે જોઈએ તેટલા ક્ષત્રિય લેક ન હોવાથી, મલબારમાં ક્ષત્રિયોની નવીજ જાત બનાવવી પડી. રાજ્યવ્યવસ્થા માટે દેશના જે ભાગ પાડ્યા હતા તેને “નાડ” એટલે નાયરેના અધિકારના દેશ કહેતા. પ્રત્યેક “નાડ'માં છ કુટુંબો હતાં, અને દરેક કુટુંબને અકકેક માણસ પટશત” (છ) નામની પરીષદને સભાસદ હતા. આ સભા પિતાની “નાડ” નો વહિવટ કરતી, સરકારી કર વસુલ કરતી, લશ્કરની મદદથી પ્રાંતનું રક્ષણ કરવા તજવીજ રાખતી, તાબાનાં માણસો ઉપર દેખરેખ રાખતી અને લેકેના ટંટા ચુકવતી. ટૂંકમાં, પ્રાચીન કાળનાં ગ્રીક લેકનાં પ્રજાસત્તાક રાજ્ય જેવીજ કંઈક “નાડ” ની સંસ્થા હતી. હજી પણ મલબારના કેટલાક તાલુકાનાં નામ ધરનાડ” “વલ્લવનાડ” એવાં છે. “નાડ” ના પટાં ભાગને “તેર” કહેતા. “તેર” એટલે ગલી એ શબ્દ “તર ઉપરથી આવ્યો છે. શરૂઆતમાં ચાર કુટુંબને એક “તરમાં સમાવેશ થતો હોવાથી દરેક “નાડ” માં સવાસો “તર’ હતાં. ‘તર” ના મુખ્ય વ્યવસ્થાપકને કર્ણવર (Karnavara) કહેતા, અને તેમના મુખ્યસ્થ, મધ્યસ્થ અને પ્રમાણિ એવા ત્રણ પ્રકાર હતા. દરેક “નાડ” ઉપર સર્વાનુમતે નીમેલ એક અધિકારી હતા, અને સર્વ “નાડ” મળી એક સાર્વભ્રમ રાજા ચુંટી કહાડતાં. મલબારની તે સમયની રાજ્યપદ્ધતિ જાણવા જેવી છે. રાજ્યને પૂણ અધિકાર “ના” ની સભાના હાથમાં હેવાથી રાજા કે અધિકારીઓને લેકે ઉપર જુલમ થતું નહીં. ટેલિચરીની અંગ્રેજી વખારને દુભાષિઓ