________________ ક . હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. વાયી નામને સ્થળે એકઠા થઈ સર્વાનુમતે એક રાજા ચુંટી કહાડે, તેને પેરૂમાલ એટલે મોટે અથવા પરમેશ્વર કહેતા. પિરૂમાલ બાર વર્ષ અમલ કરી રાજ્ય છોડયું, અને ફરીથી લેકેએ મોટો સમારંભ કરી નો રાજા પસંદ કરે એ પ્રમાણેને વહિવટ ઈ. સ. 216 માં નકકી થયો હોય એમ કહેવાય છે. ઉપર મુજબ ચેર પ્રાંતનો રાજા જે કડુંગલુર ઉર્ફે કાંગાનુરમાં રાજ્ય કરતું હતું તેનું નામ પેરૂમાલ પડયું હતું. એ નામ અશોકના શિલાલેખમાં પણ મળી આવે છે. પણ આ હકીકત માટે દંત કથા સિવાય બીજો આધાર નથી. ઐતિહાસિક માહિતી તે એટલી જ મળે છે કે મલબાર કિનારા ઉપર રોમન લોકોને વેપાર ચાલતું હતું. પાછળ કહ્યા પ્રમાણે એ લેકનું અસલ નાણું મલબાર અને ત્રાવણકોરમાં પુષ્કળ મળી આવે છે. વિદ્વાનેની શોધ ઉપરથી જણાય છે કે ઈ. સ. ના ચોથા શતકમાં મલબારના કાંચી શહેરમાં પલ્લવ રાજાનું રાજ્ય હતું. એ રાજ્ય ઘણું કરીને ચંદમાં સૈકા સુધી હસ્તીમાં હતું. ૫૯લવ રાજાના વખતમાં આવેલા ચીનાઈ મુસાફર ફાહિઆને મલબારનાં રાજ્યની કેટલીક હકીકત લખી છે. ઈ. સ. ના સાતમા સૈકામાં વાતાપી ઉર્ફે બદામીના ચાલુક્ય રાજાએ મલબાર ઉપર સ્વારી કરી પલ્લવનો પરાભવ કર્યો, પણ તેની સત્તા એ પ્રાંતમાં ચાલુ થાય તે પહેલાં તેને રાષ્ટ્રકટે જીતી લીધો. આ રાષ્ટ્રકુટ કેટલેક વખત મલબારમાં પ્રબળ રહ્યું હતું. પરંતુ આખા પ્રાંતમાં નાયર લેકનાં મજબત સંસ્થાને તથા નાનાં નાનાં રાજ્યે પથરાયેલાં હેવાથી રાષ્ટ્રકટને અમલ બરાબર જામ્યો નહીં. આ નાયર લેકે મૂળ તામીલ હતા, અને પૂર્વ કિનારા ઉપરથી મલબારમાં આવી રહ્યા હતા. પણ એ ક્યારે આવ્યા તે નક્કી જણાયું નથી. મી. એલિસનું કહેવું એવું છે કે ઈ. સ. 389 ને સુમારે એ લેકે મલબારમાં આવ્યા અને તે મુલક પિત પિતાનામાં હેંચી લીધા. 3. મલબારના લોકો બ્રાહ્મણ તથા નાયર –મલબારમાં નંબુતિરિ બ્રાહ્મણ, નાયર, મોપલા મુસલમાન અને ખ્રિસ્તી એ ચાર પ્રકા