________________ પર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. 6. અમેરિકાની તથા હિંદુસ્તાન જવાના જળમાર્ગની શોધનું પરિણામ –પોર્ટુગીઝ લેને હિંદુસ્તાન, તથા સ્પેનના લેકને અમેરિકા પ્રાપ્ત થવાથી નિરનિરાળાં પરિણામ નીપજ્યાં. ભૂમધ્ય સમુદ્ર ઉપરનાં સઘળાં નાકાં મુસલમાનોના તાબામાં જવા પછી યુરેપિઅન વેપારીઓ સઘળી તરફથી ઘેરાઈ ગયા હતા. વેનિસના વેપારીઓ મુસલમાન સાથે મિત્રાચારી બાંધી તેઓ માગે તેટલી જકાત ભરતા, અને પૂર્વને માલ એલેકઝાન્ડ્રીઆમાંથી લાવી યુરોપને પુરો પાડતા. આવી સ્થિતિમાં પોર્ટુ. ગીઝોને હિંદુસ્તાન જવાને સ્વતંત્ર માર્ગ મળવાથી તેઓએ તે દેશના દરેક જાતને માલ વહાણમાં લિસ્બન લાવી યુરોપમાં પહોંચાડવા માંડયો. જમીન કરતાં જળમાર્ગે આવેલે માલ વધારે સારી હાલતમાં રહે એટલે વેનિસના વેપારીઓ પાર્ટુગીઝ સાથે બરાબરી કરી શક્યા નહીં. યુરોપમાં જોઈએ તેટલે હિંદુસ્તાનને માલ લિસ્બનમાં આવતાં જ વેનિસને વેપાર જહદી બુ. મુન (Munn) નામના એક અંગ્રેજ વેપારીએ આ અલના વેપારની કેટલીક હકીકત લખી છે, તેમાં તેણે હિંદુસ્તાનમાંથી યુરોપમાં આવતી જણસની કિમત તે સમયે એ માં શું પડતી તથા યુરોપમાં તે શા ભાવે વેચાતી તેનું એક કોષ્ટક આપ્યું છે, તે ઉપરથી જણાય છે કે એક જ વસ્તુ એલેપમાં જે કિમતે વેચાતી તેની અડધી કિમતે તે ઈગ્લેંડમાં મળતી. એલેપ અને એલેકઝાન્ડીઆ વચ્ચે કિમતને ઘણો તફાવત ન હોવાથી વેનિસના વેપારીઓ જે માલ એલેકઝાન્ડીઆથી લાવતા તે લિસ્બનમાંથી આવતા માલ કરતાં બમણો મો વેચાતે. આમ થવાથી તે કોઈ લે નહીં એ ખુલ્લું છે. પિગલના રાજાએ પણ વેપાર ઉપર ધ્યાન આપી સઘળા મક્તા પિતાના તાબામાં રાખ્યા. આવી રીતે માલની કિમત ઘણી ઉતરી જવાથી તેને ખપ વિશેષ થવા લાગે, અને વખત જતાં નવી નવી વસ્તુઓની જરૂર જણાવવા લાગી. ખાસ કરી હિંદુસ્તાનને મસાલે યુરેપમાં વધારે ખપવા લાગ્યો. પોર્ટુગીની આ આબાદી સુમારે વર્ષ ચાલ્યા પછી સળમાં સૈકામાં તેમને વેપાર પહેલાં વલંદા લેકેએ, અને ત્યારપછી અંગ્રેજોએ કુબાવ્યો.