________________ પ્રકરણ 2 . ] યુરોપિઅનોની શરૂઆતની ધામધુમ. 51 રિકાની શેધ કરી, અને બીજી તરફ આફ્રિકાના દક્ષિણ છેડાની પ્રદક્ષિણા કરી હિંદુસ્તાન જવાના જળમાર્ગની વાસ્ક ડ ગામાએ માહિતી મેળવી. આ બનાવ કેવી રીતે બન્યા તે આપણે જોઈએ. એકલા વેનિસના હાથમાં આખી દુનીઆને વેપાર રહેલે જેઈ યુરેપના સઘળા લેકે અત્યંત અચંબો પામતા, એટલે હિંદુસ્તાન તથા પૂર્વના બીજા દેશમાં જવાને બીજે કઈ માર્ગ હોય તે તે શોધી કહાડવા તરફ અનેક વિદ્વાન તથા વિચારવંત લેકેનું ધ્યાન લાગ્યું હતું. જેને આમાં નૈકાન તથા ભૂગોળ શાસ્ત્રમાં પ્રવીણ થયેલા એક ક્રિસ્ટોફર કેલમ્બસ નામના ગૃહસ્થને લાગ્યું કે પૃથ્વી ગોળ હોવાથી માર્કેપોલોએ જેય એશિઆને પૂર્વ કિનારે યુરોપની પશ્ચિમ બાજુએ ઘણે પાસે કોઈ ઠેકાણે હશે. આ કપના ખોટી નહોતી, પણ કોલમ્બસે પૃથ્વીનો વ્યાસ છે તેના કરતાં તેને ઘણે નાને માન્યો હતો. જેનેઈઝ સરકારે કોલમ્બસના આ વિચારેને સમજ્યા વગર તરછોડી કહાડયા, અને પોર્ટુગલની સરકારે તે વિશે બાતમી મેળવી લઈ વિશ્વાસઘાત કરી તેને ફસાવ્યું. આખરે સ્પેનની રાણી લીઝાબેથે તેને આશ્રય આપી અમેરિકા ખંડ ધી કહાડવામાં મદદ કરી. આ સાહસ ખેડવાને બદલે સ્પેનને ઘણો સારો મળ્યો. અમેરિકામાને અત્યંત ફળદ્રુપ પ્રદેશ તથા સોનારૂપાની અને રત્નની ખાણે તેના તાબામાં આવ્યાથી સે દોઢ વર્ષ લગી એ દેશ યુરેપમાં અગ્રસ્થાને રહ્યા. વાસ્કેડ ગામાએ પણ વિલક્ષણ સાહસ કરી આફ્રિકાની પ્રદક્ષિણ કરી, અને તા. 22 મી મે સને 1498 ને દિવસે મલબાર કિનારા ઉપરના કૅલિકટના બંદરમાં દાખલ થયા. લિઅન શહેર જે દિવસે એણે છેડયું તે દિવસથી આ પ્રવાસ પૂર્ણ કરતાં એને દશ મહિના અને બે દહાડા થયા. આ બનાવથી હિંદુસ્તાનના વેપારની દિશા બદલાઈ જશે, તથા તેને લીધે યુરોપ અને એશિઆ ખંડમાંનાં રાજ્યમાં મોટો ફેરફાર થશે એવું તેજ વખતે ચતુર પુરૂષોને જણાવવા લાગ્યું. હવે વેનિસની સઘળી દેલત લિસ્બનમાં ઘસડાઈ આવશે એ વિચાર પોર્ટુગીઝને આબે, અને વેનિસને પણ પિતાની સત્તા સત્વર નાશ થશે એમ ભાસ્યા વિના રહ્યું નહીં.