________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચોથ.
૨૫
વર્ષ, શરદ, હેમંત, શિશિર, વસંત, અને ગ્રીષ્મ, એ ક્રમે કરીને છ ઋતુઓ જાણવી. એ ઋતુઓનાં જુદાં જુદાં લક્ષણ હું કહીશ.
બે અયનનું નિરૂપણ रवेतिविशेषेण द्वेऽयने कथिते बुधैः ॥ दक्षिणायनमेकं स्यात् द्वितीयं चोत्तरायणम् । वर्षा शरच्च हेमन्तो दक्षिणायनमध्यगाः॥
शिशिरश्च वसन्तः स्याद्रीष्मः स्यादुत्तरायणे । સૂર્યની જુદી જુદી ગતિ ઉપરથી પંડિતએ બે અયન નિર્માણ ર્યા છે. તેમાંના એકને દક્ષિણાયન કહે છે અને બીજાને ઉત્તરાયન કહેછે. વર્ષ, શરદુ અને હેમંત, એ ત્રણ ઋતુઓ દક્ષિણાયનમાં આવે છે, અને શિશિર, વસંત અને ગ્રીષ્મ, એ ઉત્તરાયનમાં આવે છે.
દક્ષિણાયનનાં લક્ષણ याम्ये गतिर्यदा भानोस्तदा चान्द्रगुणा मही॥ वारि शीतलसम्भूतं शीतं तत्र प्रजायते । बलिनो मधुरास्तिक्ताः कषायास्तु विशेषतः॥ जीवानां सात्म्यमतुलमौषधीनां च वीर्यता। आर्द्रत्वं भूधराणां च दिशश्चाप्यतिशीतलाः । सक्लेदा पृथिवी सर्वा तस्मादार्दा सफेनिला ॥ कथंचिच्छारदे पित्तं कोपं याति विलीयते। तस्मादृतुविपर्यायादुपचारेण शाम्यति ॥
જ્યારે સૂર્યની ગતિ દક્ષિણ દિશામાં થાય છે ત્યારે પૃથ્વી ચંદ્રના ગુણવાળી થાય છે. તે સમયે જળ શીતળ થાય છે અને તેથી સર્વત્ર શીતળતા ઉત્પન્ન થાય છે. એ અયનમાં મધુર, કડે તથા તુરો, એ રસ વિશેષ કરીને બળવાન થાય છે. તે વખતમાં સઘળા પ્રાણીઓને અતુલ સામ્ય પ્રાપ્ત થાય છે એટલે ઔષધ, અન્ન અને વિહારાદિક પથ્ય આવે છે તથા ઔષધીઓ વીર્યવાન થાય છે. વળી પર્વતમાં ભીનાશ આવે છે અને દિશાઓ પણ અતિ શીતળ થાય છે. સઘળી પૃથ્વી પ
For Private and Personal Use Only