________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
કાળનું સનાતનપણું.
कालः सृजति भूतानि कालः संहरते प्रजाः । कालः स्वपिति जागर्ति कालो हि दुरतिक्रमः ॥
કાળ એ પ્રાણીમાત્રને સરજેછે, કાળ પ્રજાનો સંહાર કરેછે, કાળ વધેછે અને કાળ જાગેછે; કાળ એ કોઈથી ઉલ્લંધન ન થાય એવા છે.
કાળનું નાશક સ્વરૂપ
काले देवा विनश्यन्ति काले चासुरपन्नगाः । नरेन्द्राः सर्वजीवाश्च काले सर्व विनश्यति ॥
કાળ પ્રાપ્ત થયે દેવા નાશ પામેછે, કાળ પ્રાપ્ત થયે અસુરો અને નાગલોકો પણ નાશ પામેછે; રાજા અને સર્વે જીવો તથા સર્વ કાઈ કાળ આવ્યે નાશ થાયછે.
કાળનાં બીજાં સ્વરૂપ.
त्रिकालात्परतो ज्ञेय आगन्तुर्गतचेष्टकः । सूक्ष्मोऽपि सर्वगः सर्वैर्व्यक्ताव्यक्तेतरः शुभः ॥ तथा वर्षाहिमोष्णाख्यास्त्रयः काला इमे मताः । तथा त्रयोऽन्येऽपि ज्ञेया उदयमध्यस्तमेव च ॥ इति कालज्ञानम् ।
ઉપર કહેલા ત્રણ કાળથી પર એક ચેષ્ટા રહિત આગંતુ કાળ છે. તે સૂક્ષ્મ છતાં સર્વત્ર ગતિવાળા તથા વ્યક્ત અને અવ્યક્તથી ભિન્ન એવેશ શુભ કાળ છે, એમ સર્વ મુનિયા જાણેછે. વળી વર્ષાકાળ, શીતકાળ અને ઉષ્ણકાળ ( ચોમાસું, શિયાળા અને ઉનાળે) એ ત્રણ કાળ કહેલા છે. વળી ઉદય, મધ્ય અને અસ્ત ( સવાર, બપોર અને સાંજ ) એ ત્રણ ફાળનાં બીજાં રૂપ પણ જાણવાં.
ઋતુચર્યાં.
वर्षा शरच्च हेमन्तः शिशिरश्च वसन्तकः ।
ग्रीष्मेऽतिक्रमतो ज्ञेया एवं षट् ऋतवः स्मृताः ॥ पृथक्पृथक् प्रवक्ष्यामि ऋतूनां चैव लक्षणम् ।
For Private and Personal Use Only