________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય ચોથે.
પાટિલ્ય વર પર્વ નિતિન્ના कालो हि भगवान देवः स साक्षात् परमेश्वरः॥ सर्गपालनसंहर्ता स कालः सर्वतः समः।
कालः कलयते विश्वं तेन कालोऽभिधीयते ॥
કાળ સર્વ લોકને ક્ષય કરે છે, કાળ જગતને નાશ કરે છે, કાળ વિશ્વને નાશ કરે છે, માટે તેને કાળ કહે છે. દેવ, ઋષિ, સિદ્ધ અને કિ જર, એ સર્વે કાળને વશ છે; કાળ એજ ભગવાન દેવ છે અને એજ સાક્ષાત પરમેશ્વર છે. સૃષ્ટિની ઉત્પત્તિ, પાળન અને સંહારને કરનાર એ કાળ સર્વત્ર સમ છે. કાળ વિશ્વને આપે છે માટે તેને કાળ કહે છે.
ઉત્પાદક કાળનું સ્વરૂપ, येनोत्पत्तिश्च जायेत येन वै कल्पते कलाः।
सत्त्ववांस्तु भवेत्कालो जगदुत्पत्तिकारकः॥ જેના વડે ઉત્પત્તિ થાય છે તથા જેના વડે કળાએ કલ્પાય છે એવો બળવાન કાળ જગતની ઉત્પત્તિ કરનાર છે. અર્થાત એ ભૂતકાળનું સ્વરૂપ છે.
પ્રવર્તક કાળનું સ્વરૂપ, यः कर्माणि प्रपश्येत प्रकर्षे वर्तमानके । सोऽपि प्रवर्तको शेयः कालः स्यात्प्रतिपालकः॥ જે વર્તમાન સમયરૂપ પ્રકમાં જગતના કને જુએ છે, તે પણ એજ પ્રવર્તક કાળ છે અને તે જગતનું પાળન કરનાર છે. અર્થાત્ એ વર્તમાનકાળનું સ્વરૂપ છે.
સંહારક કાળનું સ્વરૂપ, येन मृत्युवशं याति कृतं येन लयं व्रजेत् ।
संहर्ता सोऽपि विज्ञेयः कालः स्यात्कलनापरः॥ જેના વડે પ્રાણીમાત્ર મૃત્યુ પામે છે તથા જેનાવડે કાર્યમાત્રને નાશ થાય છે તે સંહાર કરનારને પણ કાળજ જાણ; એ કાળ એજ સર્વ કોઈને ય કરવામાં તત્પર છે. અર્થાત એ ભવિષ્યકાળનું સ્વરૂપ છે.
For Private and Personal Use Only