________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચોથે.
૨૧
આનૂપ દેશનું સ્વરૂપ, बहुतरशुभनद्यश्चारुपानीयपुष्टाः सरस सरउपेता शाबला सारभूमिः । हरितकुशतलानां शालिकेदाररम्या दिनकरकरदीप्तिं वाञ्छते यत्र लोकः॥ गुरुमधुररसाढ्या भाति चेक्षुः सदार्दा विविधजनितवर्णाः शालिगोधूमजुष्टाः । मधुररसविभुक्त्या मानवानां प्रकोपी भवति कफसमीरः स्यात्तदानूपदेशः ॥
इति आनुपलक्षणम् । જે દેશમાં અનેક મોટી નદીઓ હોય છે, જે દેશે સુંદર પાણીવડે રચીપચી રહેલા હોય છે, જ્યાં સરસ એવાં સરેરેથી યુક્ત, ઘાસવાળી તથા, લીલાં વણ, દર્ભ, અને નાળે ઉત્પન્ન થાય એવી ઉત્તમ ભૂમી હોય છે, જે દેશ ડાંગરના ક્યારડાવડે રમણિક દેખાવવાળા હોય છે, જે દેશોના લેકે સૂર્યના કિરણને પ્રકાશ ઈચ્છા કરે છે, જ્યાં ભારે અને મધુર રસવાળી લીલી સેરડી સદૈવ શેભે છે, જે દેશની ભૂમિ જુદા જુદા પ્રકારના રંગની હોય છે, જ્યાં ડાંગર તથા ઘઉં પાકે છે, તથા જ્યાં મધુર રસના ભોજનવડે મનુષ્યને કફ તથા વાયુ પ્રકોપ થાય છે તે દેશને આઝૂપ દેશ જાણવા.
જંગલ દેશનું સ્વરૂપ, खरपरुषविशालाः पर्वताः कण्टकीर्णा दिशि दिशि मृगतृष्णा भूरुहाः शीर्णपर्णाः। अतिखररविरश्मीपांशुसम्पूर्णभूमिः सरसरसविहीनः कूपकाम्भःप्रकर्षः॥ तदनु विरससस्याहारिणो गोमहिष्यः प्रभवति रसमांसे रूक्षभावश्च सम्यक् । पुनरपि हिमवाहं शालिशस्यं न चक्षुभवति रुधिरपित्तं कोपमाशु ह्युपैति ॥
इति जाङ्गलेदेशलक्षणम् ।
For Private and Personal Use Only