________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ઉપસંહાર, इति बहुविधियुक्तं वैद्यविद्याविचार क्षणमपि हृदये यो धारणं संकरोति । स भवति गदसंघस्याथ विध्वंसशक्तो
विमलविदितकीर्तिः पूज्यमानो नरेन्द्रैः ॥ એપ્રમાણે ઘણાક વિધિથકી યુક્ત એવા વૈધવિધાના વિચારને જે એક ક્ષણવાર પણ પિતાના હૃદયમાં ધારણ કરે છે, તે પુરૂષ રોગના સમૂહને નાશ કરવામાં શક્તિમાન થાય છે અને તેની નિર્મળ કીર્તિ જગતમાં પ્રસરે છે, તથા રાજાએથકી તે સન્માન પામે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे वैद्यशिक्षाविधानो नाम तृतीयोऽध्यायः ।
चतुर्थोऽध्यायः
દેશકાળનું જ્ઞાન, इदानीं संप्रवक्ष्यामि देशकालबलाबलम् ।
सात्म्यं प्रकृतिदेहं च तथाग्नीनां विशेषणम् ॥ હવે હું દેશ, કાળ, બળ, નિર્બળતા, સભ્ય, પ્રકૃતિ, દેહ, તથા જઠરાગ્નિ વિષે જે વિશેષ છે તે કહું છું.
દેશના પ્રકાર देशस्तु त्रिविधो शेयो ह्यानूपो जाङ्गलस्तथा।
साधारणो विशेषेण ज्ञातव्यास्ते मनीषिभिः । દેશ ત્રણ પ્રકાર છે: (૧) આતૂપ દેશ, (૨) જાંગલ દેશ, (૩) સાધારણ દેશ. એ ત્રણ પ્રકારના દેશમાંનાં સ્વરૂપ વિશેષ કરીને બુદ્ધિમાન વૈએ જાણવાં જોઈએ.
For Private and Personal Use Only