________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
હારીતસંહિતા.
વ્યાધિ સામ છે કે નિરામ, તથા તે સાધ્ય છે કે અસાધ્ય એને નિશ્ચય કરીને રોગની સારી રીતે પરીક્ષા કરવી અને પછી શેગનો નાશ કરે. એજ સઘળા વૈદ્યકશાસ્ત્રને સાર છે; વૈદ્ય કાંઈ આયુષ્યના બળને આપનાર નથી. વળી, વૈધ કાંઈ મનુષ્યને સુખ કે દુઃખ આપવાને શક્તિમાન નથી, પણ સુખ દુખ પ્રાપ્ત થવાનું કારણ તે મનુષ્ય આ જગતમાં કરેલાં સારાં માઠાં કર્મને વિપાક માત્ર છે. માટે મનુષ્યોના દુઃખનું કારણ જે રોગ, તેને નાશ કરવાને જે બુદિના ભંડારગૃહ જે ચતુર વૈદ્ય હોય તેનેજ વે જાણ; અને એ વિના બીજા તે નામના વૈવ જાણવા.
વૈદ્યનું જ્ઞાન, सम्यक् रुजां परिज्ञानं ज्ञात्वा दोषविनिग्रहम् ।
प्रत्याख्येयं च साध्यं च जानाति स भवेषिक ॥ રેગનું સારે પ્રકારે જ્ઞાન મેળવીને તથા દેપને કેમ કબજે કરવા તે જાણીને વ્યાધિ સાધ્ય છે કે અસાધ્ય એ જે સમજી શકે તેજ વૈધ થવાને યોગ્ય છે.
ઉપચાર કરવા ગ્ય મનુષ્ય, तपस्विनं ब्राह्मणं च स्त्रियं वा बालकं तथा। दीनं वा दुर्बलं वापि प्राज्ञ वा पण्डितं तथा ॥ महात्मा श्रोत्रियं साधुमनाथं बन्धुवर्जितं ।
एतान् व्याधिविनिग्रस्तान् प्रतिकुर्याद्विशेषतः॥ તપસ્વી, બ્રાહ્મણ, સ્ત્રી, બાળક, દીન, દુર્બળ, જ્ઞાની, પંડિત, મને હત્મા, શ્રોત્રિય, અનાથ અને બાંધો વિનાને, એટલામાંથી કોઈ એક ગવડે ગ્રસ્ત થયેલ હોય તે વૈધે વિશેષે કરીને તેની ચિકિત્સા કરવી.
ધન આપનારી ચિકિત્સા राजा च सुधनी चैव माण्डलीको बलाधिपः। उपचार्योऽर्थसिद्धिः स्याद्वित्तं ग्राह्यं भयं न च ॥ રાજા, ઘણો ધનવાન, મંડલીક અને સેનાપતિ, એ ચારમાંથી જે કઈ રેગી હોય તે તેમને ઉપચાર વેવે કરે અને તેમની પાસેથી ધન પણ લેવું, એમાં કાંઈ ભય રાખવા જેવું નથી.
For Private and Personal Use Only