________________
મને ભય લાગે છે કે આપણે અત્યારથી તૈયારી કરી રાખવી, અને જરાપણ ગફલતમાં ન રહેવું. અગ્નિ શત્રુ અને વિષ વૃક્ષ ઉગતાં જ છેદવા જોઈએ; નહિંતર તેની વૃદ્ધિ થવા પછી તે કામ અશક્ય અને દુર્ગમ્ય થઈ પડે છે. વિષયાભિલાષ મંત્રીએ જણાવ્યું, મહારાજા ! આપની દીર્ઘ દ્રષ્ટિ પ્રશંસવા લાયક છે. આપે જે વિચાર કર્યો છે કે તે ગ્ય છે, છતાં મારે કહેવું જોઈએ કે અત્યારે તે કુંવરથી એટલું બધું ડરવાનું કોઈ કારણ નથી, કારણકે નંદિવર્ધનને આગળ વધવાનો માર્ગ આપના પૌત્ર રાજકુમાર વિશ્વાનરે બંધ કરી દઈ તેને પોતાના કાબુમાં લીધેલ છે. તેને એટલે સુધી બંધનમાં જકડેલે છે કે તેની અસર તે કુમારના હાડ મીજાઓમાં પણ પ્રસરી ગઈ છે, તે આપણું રાજકુમારથી જરા પણ વેગળે થવા ઈચ્છતો જ નથી. તેમજ કર્મ પરિણામ રાજા તેને અત્યારે અનુકુળ નથી, કે તેને સદાગમને સમાગમ મળી જાય. તેમજ શુભ પરિણામ રાજા તેને પિતાની કન્યા અત્યારે પરણાવે તેમ નથી છતાં આપણે અત્યારથી તેની ઉપેક્ષા કરવી તે યોગ્ય નથી જ.
હિંસા સાથે લગ્ન. સેનાપતિ મિથ્યાદર્શને જણાવ્યું, મહારાજા ! તે નંદીવર્ધનકુમાર જુએ કે આપણે આધિન છે છતાં હવે તે ચિત્તવૃત્તિ અટવીમાં જવાને માટે લાયક તે થયેલેજ છે. કદાચ તે ચિત્રવૃત્તિમાં જઈ ચઢે અને ત્યાં છુપાઈ રહેલા પેલા ચારિત્ર ધર્મના સિન્યને આશ્રય લે તે તે દુશ્મન આપણે નાશ કરવાની અનેક યુક્તિઓ