________________
૩૩
મન વશ થયાથી ઈષ્ટનિષ્ટ વિષમાં રાગદ્વેષ જે પ્રીતિ અને અપ્રીતિરૂપ છે તે નાશ પામે છે. રાગદ્વેષના નાશથી પરમ ઉપશમ ભાવ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષને ઉપશમ કરનાર જીવ મનને નિગ્રહ કરવા સમર્થ થાય છે. મન જે વિશ્વમાં ભ્રમણ કરે છે તે રૂપ મનના ફેલાવાનો નિગ્રહ કરવાથી આત્મા પરમાત્મ સ્વરૂપે થઈ રહે છે. ૧૮
જીવને જેમ જેમ ઈન્દ્રિયના વિષયમાંથી રાગ શાંત થાય છે– ઉપશમ પામે છે તેમ તેમ મનનો વિસ્તાર આલંબન વિનાને– રતિના આશ્રય વિનાને થયેલ હોવાથી આગળ વધતો અટકી પડે છે. વિષયમાં પ્રીતિ તેજ રતિ છે–તેને રતિ કહે છે. ૧૯
મનના પ્રસારને રતિનેજ આશ્રય છે. રતિથી મનને પોષણ મળે છે. તે પોષણ ન મળવાથી મન આગળ વધતું અટકી પડે છે. આ રતિ વિષનો આશ્રય મૂકી દઈને હવે જ્ઞાનના આશ્રયવાળી થાય છે, એટલે જ્યાં રતિ ત્યાં જ મનનો ફેલાવો થાય છે. એમ મનનો પ્રસાર પણ જ્ઞાન આશ્રયી થાય છે, તેથી મન હવે આત્માને વિષમાં લીન ન કરતાં જ્ઞાનમાં લીન કરે છે. ૨૦
વિષયેના આલંબન વિનાનું મન જ્ઞાનની વાસનામાં વાસિત થવાથી હવે શુદ્ધ પરમાત્મ સ્વરૂપ રૂપ ભાવ મોક્ષના સુખમાં પરિણમે છે. ૨૧ | ઈનિષ્ટમાં રાગદ્વેષ કરવો તે મનોવૃક્ષની બે શાખાઓ આ. વિ. ૨૮