________________
૧૧૩
અરિહંત અને સિદ્ધ એ બેની અંદર દેવને સમાવેશ થાય છે. આચાર્ય ઉપાધ્યાય, અને મુનિ, એને ગુરુ વર્ગમાં સમાવેશ થાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારનો ધર્મમાં સમાવેશ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવાનાં સાધનો તે ધર્મ છે. આત્માદિ વસ્તુનું જ્ઞાન તે જ્ઞાન છે. તેની દ્રઢ શ્રદ્ધા તે દર્શન છે, જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે વર્તન કરવું તે ચારિત્ર છે. સર્વ ઈચ્છાઓને નિરોધ કરે તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે. ઉપરનાં પાંચ પરમેષ્ટિ સાથે મેળવતાં નવ થાય છે. એ નવના સમુદાયને સિદ્ધચક્ર કહે છે. તે નવનો વાચક શબ્દ સર્જે છે. મર્દ શબ્દ બીજ રૂપ હેવાથી તેમાં સિદ્ધચક્રનો સમાવેશ થાય છે. આ દેવ, ગુરૂ, અને ધર્મ એ આત્માની ચડતીભૂમિકાઓનું લક્ષ રાખી જાપ કરવો તે આત્માને શબ્દ રૂપે જાપ કરવા બરાબર છે. તે ાં મ નમઃ આ જાય છે. આ મંત્રના કરડે જાપ કરવા જોઈએ, જાપ કરવાથી હલકા વિચારે આપણી આગળ આવતા નથી. મન બીજે ભટકી પાપ બાંધતુ બંધ થાય છે. જાપથી આપણી તરફ પવિત્ર પરમાણુઓ ખેંચાઈ આવે છે. આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય છે. મન શરીરાદિના પરમાણુઓ પવિત્ર બને છે. સંકલ્પ સિદ્ધ થાય છે. પાપ ઘટે છે. પ્રતિકૂળતાઓ દૂર થાય છે. અનુકૂળતાઓ આવી મળે છે. પ્રભુના માર્ગમાં આગળ વધવાના અધિકારી થઈએ છીએ, લેકપ્રિય થવાય છે. વ્યવહારની મુંઝવણ ઓછી થાય છે. લાંબા વખતે વચન આ. વિ. ૩૩