Book Title: Aatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 529
________________ ૧૧૨ અરિહંત એ દેહમાં રહેલ પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું નામ છે, અને દેહને ત્યાગ કરતાં તે સિદ્ધ પરમાત્મા ગણાય છે. આની અંદર દરેક પૂર્ણજ્ઞાની, કેવળજ્ઞાની તીર્થકર આદિને સમાવેશ થાય છે. ૨ આચાર્યની અંદર પ્રભુ માર્ગના રક્ષક, પિષક, સંદેશ વાહક, સત્યવસ્તુના પ્રતિપાદક, સમુદાયના માલિક અને પૂર્ણતા મેળવવા પ્રયત્ન કરનારને સમાવેશ થાય છે. ૩ ઉપાધ્યાયની અંદર મૂળ વસ્તુતત્વના પ્રતિપાદક, અનેક ઇને જાગૃતિ આપનાર ઉચ્ચ કોટિના સાધકોનો સમાવેશ થાય છે. ૪ | મુનિઓની અંદર, જેઓને બેધિ બીજની પ્રાપ્તિ થઈ છે, તે પછીના સર્વસ્વ ત્યાગી, વૈરાગી સ્વસ્વરૂપમાં રમણતા કરનારા, સ્વપર ઉપકારી, સર્વ સાધુ વર્ગને સમાવેશ થાય છે. ૫ આ સર્વને પ્રથમ અક્ષર, ૨, ૩, મા, ૩, ૫ થી કાર બને છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચે મળી જ થાય છે. ત્ર શબ્દ એ પરમાત્માનું નામ છે. અહં એટલે લાયક, વિશ્વમાં જે લાયકમાં લાયક તત્ત્વ છે. તે અહ છે. જેની આગળ વિશેષ લાયકાત ન હોય તેને સુચવનાર શબ્દ સર્જે છે. તેમજ ગર્દ શબ્દ એ સિદ્ધચક્રને બીજ મંત્ર છે. સિદ્ધ પુરુષને સમુદાય તે સિદ્ધચક છે. જેમાં વિશ્વના તત્વ રૂપ, દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્વને સમાવેશ થાય છે.

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532