________________
૧૧૦
વિશ્વમાં કાર્ય કારણના નિયમ અચળ છે, કારણ વિના કાર્ય થતું નથી. ચાલુ સુખ દુઃખનાં કાર્યો તેને કારણની અપેક્ષા રાખે છે, કારણ પહેલું અને કાર્ય પછી આ નિયમાનુસાર અત્યારની મનુષ્યની સ્થિતિ પૂર્વના કારણનુસાર બનેલી છે. - ધનાદિ અનુકૂળ સાધનની પ્રાપ્તિમાં પુરુષાર્થની સાથે પુણ્ય પ્રકૃતિ હોય તો જ મનુષ્ય સફળતા પામે છે. પરમાર્થ અને પરોપકારનાં કાર્યોથી જ પુણ્ય ઉપાર્જન કરે છે, મન, વચન, શરીર અને ધનાદિને સદુઉપગ કરવાથી પુણ્ય બંધાય છે. અને તેથી જ સુખી થાય છે. પરમાત્માનું
સ્મરણ કરવાથી આત્મા નિર્મળ થાય છે. અને વિશેષ પ્રકારે પુણ્ય બંધાય છે. ઉત્તરોત્તર જીવ આગળ વધે છે.
આ પરમાત્માના નામનું સ્મરણ ગરીબ અને ધનાઢય, બાળ, યુવાન અને વૃદ્ધ, સુખી અને દુઃખી દરેક જીવો કરી શકે છે, જેને વખત ઓછો મળતો હોય તેવા હાલતાં ચાલતાં, સુતાં, બેસતાં, અને કામકાજ કરતાં પણ પ્રભુ સ્મરણ કરી શકે છે. વસ્ત્ર કે શરીરની શુદ્ધિ ન હોય તે પણ હાડ ન ચાલે તેમ મનમાં જાપ કરવામાં વાંધો નથી, ચાલવાનું કામ પગનું છે, તે વખતે પણ મનને જા૫ના કામમાં જોડવામાં આવે તે જાપ થઈ શકે છે. રેલ્વેમાં કે વાહનમાં મુસાફરી કરતા હે ત્યારે પણ તમે ત્યાં બેઠાં બેઠાં જાપ મનમાં કરી શકે છે. પથારીમાં સુતા સુતાં પણ નિદ્રા ન આવે ત્યાં સુધી જાપ કરી શકાય છે, અને તે જાપ કરતાં નિદ્રા આવી જાય -તો સ્વપ્ન પણ સારાં આવે છે, મતલબ કે ગમે તે વખતે અને ગમે તે સ્થાને રહીને જાપ કરવામાં વાંધો નથી.