________________
૧૦૯
સં જાતનાં દુ:ખ મનની દુષ્ટ ભાવનામાંથી પ્રગટે છે, અને સ જાતનાં સુખ મનની સારી ભાવનામાંથી ઉત્પન્ન થાય છે. સુખ એ મનના વ્યવસ્થાપૂર્વક વ્યય છે. દુઃખ એ અવ્યવસ્થાપૂર્વક અનુચિત મનના કરેલા ઉપયાગ છે. જ્યાંસુધી મનુષ્ય મનની અનુચિત ભાવનાઓમાં પ્રવેશ કર્યા કરશે. ત્યાંસુધી તેનુ જીવન અનુચિતપણે પસાર થશે અને સદાને માટે કલેશ પામશે. ૨૭
ભૂલ કરવી એજ શેકનુ કારણ છે. જ્ઞાનમાંથીજ આન‘ઢની ઉત્પત્તિ છે. અજ્ઞાન અને મેહના નાશ કરવામાંજ મુક્તિ રહેલી છે. જયાં મનની અનુચિત ભાવના અને પ્રવૃત્તિ છે ત્યાં બંધન અને અશાંતિ છે. જ્યાં ઉચિત ભાવના તથા પ્રવૃત્તિ છે ત્યાં સ્વતંત્રતા અને શાંતિ છે. ૨૮
પ્રકરણ ૧૮ મું.
સુખ અને શાંતિ માટે પરમાત્માનું સ્મરણ,
એક રાજા અને એક રાંક, એક સુખી અને એક દુ:ખી, એક રાગી અને એક નિરાગી, આવી વિવિધતાએ વિશ્વમાં આપણી નજરે પડે છે, તેનુ ખરૂ કારણ પુછ્ય અને પાપ છે, પુણ્યથી જીવેા સુખી થાય છે. પાપથી જીવે દુ:ખી થાય છે,