________________
૧૦૮
પાલન કરવામાં ધ્યાન આપે છે. બીજાના કામમાં માથું મારતો નથી. પિતે ભૂલ થાપ ન ખાય તેની સંભાળ રાખે છે. બીજાની ભૂલ શોધવા મથતું નથી. રર
શુદ્ધિ કે સત્યને અભ્યાસ કરનારે અપ્રમાણિકતા, ઢગબાજી અને ચાલાકી વાપરવાની ટેવને દૂર કરવી. બોલવામાં અતિશકિત કે અસત્યને પ્રયોગ ન કરે. બેટા યશ કે લાભની આશાથી છલને ઉપગ ન કરે. મન વચન અને કર્તવ્યમાં પ્રમાણિક થવું ન્યાય અને પક્ષપાતરહિત વ્યવહાર કરે. સ્વપ્નામાં પણ તેવા વિચાર ન આવે ત્યારે હૃદય શુદ્ધ અને ઉદાર બને છે. ૨૩
ક્ષમાની ભાવનાને વિકાશ કરવાથી શ્રેષ, વેર, ઈર્ષા વિગેરે દૂર થાય છે. ક્ષમા અને દાનની પ્રવૃત્તિથી જીવનને વિકાશ થાય છે. વેર આદિની ભાવનાઓ દૂર કરવાથી તેને માથે કઈ શત્રુ રહેતું નથી. સ્વાર્થ ત્યાગમાંથી દાન અને ઉદારતા પ્રગટ છે. ૨૪
આ પ્રમાણે અંતઃકરણનું પરાવર્તન કરવાથી આત્માની અધિક ઉન્નતિ થાય છે. જેઓ પોતાના શરીર વચન અને મનને દઢતાથી શિખામણ આપે છે, પિતાને વશ રાખે છે, તેઓ દુર્ગુણો અને કુવાસનાઓ ઉપર વિજય મેળવે છે. રપ
સસારનાં સર્વ પાપ કેવળ અજ્ઞાનતામાંથી પ્રગટે છે, એ અજ્ઞાનના અંધકાર આત્માના અવિકાશની અવસ્થા છે. જ્યાંસુધી અજ્ઞાનતાના પાપનું દમન કરવામાં નહિ આવે ત્યાંસુધી આનંદની પ્રાપ્તિ કેઈપણ વખત નહિ જ થાય. ૨૬