________________
૧૦૬
ગામગપાટા, અને શરમ થાય તેવી વાતા કદી પણ ન કરવી. ૧૪
બીજાના દેખે જોવાની ટેવ ઉપર વિજય મેળવવા નાના કે મેટા દોષો સબ'ધી અતિશયોક્તિ ભરેલું વન ન કરવું, મૂર્ખતાભરેલી વાતે, અને ઢંગધડા વિનાના કુતકે દેષદક દૃષ્ટિમાંથી પ્રગટે છે. બીજાની ભૂલે કાઢવાથી ૫૫, દુઃખ કે શેક દૂર થતાં નથી. ૧૫
જે માણસ બીજાની ભૂલેા શેાધવા માટે ખીજાની વાતા સાંભળે છે તેને સત્યના માર્ગીમાં પ્રયાણ કરવાને હજી ઘણીવાર છે. જે મનુષ્ય પેાતાની વાણીને નમ્ર તથા શુદ્ધ કરવા પ્રયત્ન કરે છે તે સાચું જીવન મેળવી શકે છે, તે પેાતાની શક્તિને બચાવી શકે છે, મનની શાંતિને જાળવી રાખશે અને સત્યને પોતાના હૃદયમાં જમા કરી શકશે.૧૬
જીભ ઉપર સંયમ રાખી બુદ્ધિપૂર્વક વશ રાખતાં આવડે, વચન કેઇને હાનિકારક ન થાય, શુદ્ધ નમ્ર અને જરૂર જેટલુ' સત્ય વચન એલાય, ત્યારે વાણીની કેળવણી સ્વાધીન થઇ કહેવા. ૧૭
શરીરના દાસત્વમાંથી મુક્ત થયા વિના કોઇ પણ મનુષ્ય પોતાના મનને સત્યને માર્ગે દોરી શકતા નથી. સદાચરણને કક્કો શીખ્યા વિના મનની સૂક્ષ્મ ખુબીએ સમજાતી નથી. આસુ શરીરને અથ એ છે કે મન આળસુ છે.. કાબુમાં ન આવેલી વાણીના અર્થ એ છે કે તેનું મન અનિય`ત્રિત છે. સ્વાધીન નથી. ૧૮