________________
૧૭
કઈ માણસ આળસ તથા સ્વાર્થ પરાયણતા ઉપર વિજય મેળવે છે. ત્યારે તે સંયમ, પરિમિતતા, નિયમશીલતા. અને સ્વાર્થ ત્યાગાદિ મહાનગુણોનું પિતાના હૃદયની ભૂમિમાં બીજારોપણ કરી તેમને જલસિંચન કરી પોષે છે. તથા બળ શકિત અને દઢ, પ્રતિજ્ઞાપણું પ્રાપ્ત કરે છે કે જે ઉચ્ચ ઉપદેશ ગ્રહણ કરવામાં મદદગાર સાધન બને છે. ૧૯
વાણીને દે દુર થાય છે ત્યારે સત્યતા, વિશ્વાસ, સત્કાર, લ્યાળુતા અને આત્મસંયમ વિગેરે ગુણોને પોષણ મળે છે. તે માનસિક સ્થિરતા અને દઢ પ્રતિજ્ઞા પાળવાનું બળ પ્રાપ્ત કરે છે, જેને લઈને કુવાસનાને નિયમમાં લાવીને આચરણ તથા જ્ઞાનની ઉચ્ચભૂમિકામાં પ્રવેશ કરી શકે છે. ૨૦
કર્તવ્યનું બરાબર પાલન કર્યા વિના ઉંચા સગુણાની પ્રાપ્તિ અને સત્યનું જ્ઞાન થતુ નથી. સ્વાર્થની દષ્ટિ રાખ્યા વિના પ્રમાણિકતાથી કર્તવ્યનું પાલન કરવું જોઈએ કર્તવ્યપાલન વખતે વ્યક્તિગતભાવ અને સ્વાર્થના વિચારને ત્યાગ કરે. એમ કરવાથી કર્તવ્ય કલેશકારક થવાને બદલે આનંદનું કારણ થશે. પરિશ્રમ કરવાથી કર્તવ્ય કલેશકારક થતું નથી પણ કર્તવ્યપાલનમાંથી છટકી જવાની સ્વાથી ઇચ્છાથી કલેશકારક થાય છે. ૨૧
કર્તવ્ય કર્મ જ્યારે પ્રેમની વસ્તુ બને છે, દરેક કાર્ય વિશ્વાસ અને ધૈર્યથી કરાય છે, ત્યારે ઘણીખરી સ્વાર્થ પરતા દૂર થાય છે. ત્યારેજ સત્યના ઉંચા શિખર પર ચડવાની નિસરણે તેના હાથમાં આવે છે. સદાચારી મનુષ્ય ક્તવ્યનું