________________
૧૧૪
સિદ્ધિ થાય છે. આ સર્વ પરમાત્માના નામ સ્મરણથી થાય છે.
ટૂંકમાં કહીએ તે આ જાપથી દરેક મનોકામના સિદ્ધ થાય છે. અવધિજ્ઞાન જેવાં ત્રિકાળજ્ઞાન પણ જાપમાંથી પ્રગટે છે. આ જાપ ગુણને બનેલું છે.
કઈ પણ ધર્મને બાધ ન આવે તેવો છે. કેમકે કેઈપણ ધર્મનું આમાં વિશેષ નામ નથી પણ સામાન્ય નામ છે, કે વિશ્વમાં કઈ પણ લાયકમાં લાયક તત્વ હોય તેને હું નમસ્કાર કરું છું. એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યને કરવા એગ્ય છે.
તે આગળ વધવા ઈચ્છનારને આ જાપ એ પ્રથમ ભૂમિકા છે. આંખ બંધ કરી ભ્રકૂટીની અંદર ઉપયોગ-સુરતા આપી ઉઘાડી આંખે જેમ જોઈએ છીએ તેમ બંધ આંખે અંદર જેવું અને ત્યાં કે મર્દ ના આ મંત્રનો જાપ કર. - આ પ્રમાણે તપાગચ્છના આચાર્ય શ્રી વિજયકમળસૂરીશ્વરના શિષ્ય, આચાર્યશ્રી વિજયકેશરરીએ બનાવેલ અને સંગ્રહ કરેલ પ્રભુને પંથે જ્ઞાનના પ્રકાશ. એ નામનો ગ્રંથ વિક્રમ સંવત. ૧૯૮૪ ને શ્રાવણ વદ પાંચમે વીશનગરમાં સમાપ્ત થયે.