________________
મનુષ્યનું આયુષ્ય તે ગમે તે પ્રકારે પુરૂં થવાનું છે, પણ પિતાના જીવનમાં એકાદ મહત્વનું કાર્ય કર્યું હોય તો જંદગી સુખી બને છે.
વ્યવહારનાં કોઈપણ કાર્ય કરતાં પરમાત્માનું નામ ન ભૂલાય, કાર્ય પૂરું થાય કે તરત પ્રભુનું નામ યાદ આવે, સ્વપ્ન દશામાં પણ પરમાત્માનું સ્મરણ ચાલુ રહે, આટલી સ્થિતિ મનુષ્ય આ જીવનમાં પ્રાપ્ત કરે તો તેણે મનુષ્ય જીવનમાં આવીને સારી કમાણી કરી ગણાય અને તેનો જન્મ સફલ થયો કહેવાય.
જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પિતાનું સાધ્ય સમરણમાં રહે, મેરેમમાં પોતાનું લક્ષ પરિણમી રહે તે જાપ ઉત્તમ છે, આ જાપ. ૩છે અન—આ પાંચ અક્ષરને છે. આને અર્થ આ પ્રમાણે છે.
કારમાં પંચ પરમેષ્ટિનો સમાવેશ થાય છે. પંચ પરમેષ્ટિ એ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની પાંચ ભૂમિકા છે. તે દરેકને પ્રથમ અક્ષર લઈને કાર બનેલો છે. અરિહંત, અશરીરી, આચાર્ય ઉપાધ્યાય, અને મુનિ આ પાંચ ભૂમિકા છે.
આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ તે અશરીરી સિદ્ધ પરમાત્મા છે. તેને દેહાતીત, પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મસ્વરૂપ, સિદ્ધ, અજર, અમર, અવિનાશી ઇત્યાદિ અનેક નામથી બોલાવાય છે, આની અંદર નિર્વાણ પામેલા-મેક્ષે ગયેલા દરેક આત્માને સમાવેશ થાય છે. ૧